Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

કોર્પોરેશન ભાજપની દુકાન?

ટેનીશ કોર્ટ ભાડે દેવા અને ફનવર્લ્ડમાં ભાવ વધારાની દરખાસ્તમાં કોંગ્રેસનો વિરોધ

રેસકોર્ષમાં પ્રજાના પૈસે બનાવેલ ટેનીશ કોર્ટ ભાજપના હારેલા ઉમેદવારની ધંધાદારી સંસ્થાને આપી દેવાયાઃ શહેર પ્રમુખ મહેશ રાજપૂત, કોર્પોરેટર ઘનુભા જાડેજાના આક્ષેપો

રાજકોટ તા. ૨૬ : મ્યુ. કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટિમાં ટેનીશ કોર્ટ ભાડે આપવાની તથા ફનવર્લ્ડની ટિકિટના ભાવ વધારાની દરખાસ્તોનો કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે.

આ અંગે કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે એક નિવેદનમાં જણાવ્યું છે કે, શાસક પક્ષ ભાજપે ધંધાદારી દરખાસ્તો મંજુર કરી પ્રજાના પૈસે ચાલતી સ્વૈચ્છીક સંસ્થાને દુકાન બનાવી દિધાનો આક્ષેપ કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકામાં આજરોજ તા.૨૬ના મળેલ સ્ટેન્ડીગ કમિટીની બેઠકમાં કોંગ્રેસ પક્ષના સ્ટેન્ડીંગ સભ્ય ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા બે દરખાસ્તનો સખ્ત વિરોધ નોંધાવવામાં આવ્યો છે જેમાં, સિન્થેટીક ટેનીસ કોર્ટ ભાડે આપવા અને અને ફનવર્લ્ડમાં ટીકીટ દરમાં વધારા અંગે આ બંને દરખાસનો વિરોધ કર્યો છે.

આ દરખાસ્તો અંગે સ્પષ્ટતા કરતા સંયુકત નિવેદનમાં રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત અને  કોંગ્રેસ પક્ષના સ્ટેન્ડીંગ કમીટી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજા જણાવ્યું હતું કે ભાજપ શાશિત કોર્પોરેશનમાં ભાજપ પ્રેરિત લોકોની સંસ્થાને વેપાર કરવા માટે મનપાની માલિકીની જગ્યાઓ ફાળવી દેવામાં આવે છે સિન્થેટીક ટેનીસ કોર્ટ ભાડે આપવામાં આવી રહી છે તે સંસ્થા જેનું નામ THE GALAXY EDUCATION  સંસ્થાના નામે આવેલ છે તે સંસ્થા ભાજપના ૨૦૦૯માં રાજકોટમાંથી સંસદ હારી ચુકેલા ઉમેદવારની છે આ સંસ્થા પોતાના એજયુકેશન ટ્રસ્ટના સ્ટુડન્ટ પાસેથી સ્પોર્ટ્સ એકેડમીના નામે માસિક હજારો રૂપિયાની ફી વસુલે છે ત્યારે અમે આ સંસ્થા તેમજ ભાજપના સ્ટેન્ડીંગના ચેરમેનશ્રીને પૂછવા માંગીએ છીએ કે આ સંસ્થા સાથે લોકોના હિત માટે તમે ફી બંધારણ વસુલી અંગે શા માટે નથી કર્યું , આ સંસ્થા રૂપિયા આપી જયારે તમારી પાસેથી ગ્રાઉન્ડ લઇ રહ્યું છે ત્યારે લોકોના હિત માટે તેઓ શું ફ્રીઓફ કોચિંગ કલાસ ચલાવવાના છે અને જો તેઓ ફ્રીઓફ કોચિંગ કલાસ ચલાવવા માંગતા હોય તો આ સંસ્થાને ફ્રીઓફ ગ્રાઉન્ડ સોંપવું જોઈએ અન્યથા આ સંસ્થાને ફી વસુલી માટેનો રાજકોટની પ્રજાના હિતમાં ફિકસ ફી નક્કી કરવી જોઈએ લોકોના ટેકસમાંથી આ ગ્રાઉન્ડ ઉભા કર્યા હોય ત્યારે પ્રજાને ઉપયોગ ના થાય તેવા નિર્ણયો થાય ત્યારે લોક હિતમાં અવાજ ઉઠાવવો તે વિપક્ષની ફરજ છે ત્યારે વિપક્ષની માંગણી છે.  પ્રજાના હિતમાં ફિકસ ફી નક્કી કરવામાં આવે અને આ મ.ન.પા. લોકોના હિતમાં ફિકસ ફી નક્કી કરે.જ્યારે લોકોને ફરવા માટેનું અને રાજકોટના બાળકો માટે મનોરંજનનું સ્થળ માત્ર ફનવર્લ્ડ હોય ત્યારે તેના ટીકીટના દરોમાં ૧૦૦%નો વધારો નાખી લોકોના બાળકોના મનોરંજનને પણ મોંધુ કરનારી આ ભાજપની સરકારને અમો આ દરખાસ્તનો વિરોધ કરી કહેવા માંગીએ છીએ કે બાળકોના મનોરંજનને સસ્તું રાખો ૧૦૦%ના વધારાના બદલે હાલની પરીસ્થીતીને ધ્યાનમાં રાખી માત્ર ૨૦%નો વધારો કરવામાં આવે તેવી માંગણી છે.

આ ઉપરાંત જંકશન રેલવે સ્ટેશન રોડને લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટની મંજુરીમાં વેપારીઓને વિશ્વાસમાં લીધા વગર ડિમોલીશન કરાશે તો કોંગ્રેસ વેપારીઓને સાથે રાખી આ મુદ્દે આંદોલન કરશે તેવી ચિમકી ઉકત કોંગી આગેવાનોએ નિવેદનમાં અંતે ઉચ્ચારી છે.

(3:05 pm IST)