Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

નિધી સ્કૂલ આયોજીત રાત્રી પ્રકાશ ફૂટબોલ ટૂર્નામેન્ટ શરૂ

રાજકોટઃ નિધી સ્કૂલ દ્વારા સ્વ.સુખદેવસિંહ રાઠોડના સ્મરણાર્થે યોજાયેલ ઓપન ગુજરાત રાત્રિ પ્રકાશ ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ રાજકોટ જીલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવેલ હતો. આ તકે જીવણસિંહ બારડ, રોહીત બુંદેલા, બી.કે.જાડેજા (સીટી પોલીસ) ઉપસ્થિત રહયા હતા. પ્રથમ મેચ વાય.સી.સી. (રાજકોટ) વિરૂ એફ.સી.(રાજકોટ) બીજો મેચ એ.જી.ઓફિસ વિ. એસ.એફ.સી (મોરબી) તેમજ ત્રીજો મેચ દિગ્વિજય રાજપૂત કલબ (સૂરેન્દ્રનગર) વિ.એફ.સી. (મોરબી) વચ્ચે રમાયેલ હતા. જેમાં વાય.સી.સી (રાજકોટ), એ.જી.ઓફિસ (રાજકોટ), તેમજ દીગ્વિજય રાજપૂત કલબ વિજેતા થયેલ હતી. વિજેતા ટીમનાં નિલેશ ચૌહાણ, મોહીત ચૌહાણ, આદર્શને મેન ઓફ ધ મેચ જાહેર  ટ્રોફી દ્વારા સન્માનીત કરયા હતા. આયોજનમાં નિધિ સ્કૂલમાં ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, પ્રજ્ઞેશદાન ગઢવી, અમિત શિયાળીયા, શ્યામ વાળા, ક્રીપાલસિંહ ગોહીલ, હર્ષદ રાઠોડ, જ્ઞાનેન્દ્રસિંહ ઝાલા, કુલદીપસિંહ ચુડાસમા કાર્યરત છે.

(2:54 pm IST)