Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

મહિલા મિલન કલબ દ્વારા શનિ-રવિ '' ફુડ ફન એન્ડ શોપીંગ એકઝીબીશન''

જવેલરી, વેસ્ટન વેર, જેવા વિવિધ સ્ટોલ્સઃ બહેનો માટે બ્રેઇન વીથ બ્યુટી, બાળકો માટે ફેન્સીડ્રેસ કોમ્પીટીશન

 રાજકોટઃ તા.૨૬, સમાજની બહેનો સ્વાવલંબી બને, સ્વરોજગારીના માધ્યમ દ્વારા આર્થિક ઉપાર્જન કરી શકે તેમજ વ્યાપારના માધ્યમ દ્વારા વ્યવસાયીક કારર્કીદી હાંસલ કરી સ્વમાનભેર સમાજમાં જીવી શકે તેવા આદર્શ હેતુસર સમાજની બહેનો માટે મહિલા મિલન કલબ દ્વારા આયોજીત એકઝીબીશન '' ફુડ ફન એન્ડ શોપીંગ (શનિ-રવિ)નું આયોજન તા.૨૮,૨૯, સવારે ૧૦ થી સાંજના ૭ સુધી કરણપરા કેસરીયા વાડી ખાતે કરવામાં આવેલ છે.

 જેમા વિવિધ જાતના સ્ટોલ જેવા કે એન્ટીક જવેલરી, હેન્ડીક્રાફટ, વેસ્ટનવેર, ડીઝાઇનર કુર્તીસ, મોદીકેર, ફેબ્રીક કેર, બ્યુટીકેર, રેડીમેઇટ ચીલ્ડ્રન ગારમેન્ટ ખાણીપીણી, ઘરવપરાશની વસ્તુઓ વગેરે વિવિધ જાતના સ્ટોલ રાખવામાં આવેલ છે.

 તા.૨૮ને શનિવારે સાંજે ૫ થી ૭ સભ્ય બહેનો માટે બ્રેઇન વીથ બ્યુટીનો કાર્યક્રમ તથા તા.૨૯ને રવિવારના રોજ સભ્ય બાળકો માટે ફેન્સીકોમ્પીટીશન સ્પર્ધા રાખવામાં આવેલ છે.

 આ પ્રદર્શન કમ સેલને નિહાળવા માટે સંસ્થાના પ્રમુખ શ્રીમતી રીટા ભુપેન્દ્ર કોટકે જાહેર આમંત્રણ પાઠવેલ છે. આ પ્રદર્શન  કમ સેલને સફળ બનાવવા સંસ્થાના હેતલબેન સોની, રંજનબેન પોપટ, ભાવનાબેન શિંગાળા, ગીતાબેન, કારોબારી સભ્યો વગેરે જહેમત ઉઠાવી રહયા છે.

(2:53 pm IST)