Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

હાર્મોનિયમ, ગાયન, તબલા, કથ્થક, ઓર્ગન પરીક્ષામાં શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટનું ઝળહળતુ પરિણામ

દરરોજ સાંજે ૪:૪૫ થી ૭:૪૫ ચાલતા વર્ગો

 રાજકોટઃ અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ તથા બૃહદ ગુજરાત સંગીત સમિતિ દ્વારા નવેમ્બર ૨૦૧૭ની સાલ માટે હોર્મોનિયમ, ગાયન, તબલા, ઓર્ગન, કથ્થકની લેવાયેલી પરીક્ષાઓમાં શ્રી પુજીત રુપાણી ટ્રસ્ટના સપ્તસુર સંગીત વિધાલયનાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમા તાજેતરમાં જાહેર થયેલ પરીણામમાં હોર્મોનિયમ-પ્રારંભિકમાં આડઠકર વંશ ડી, ખાલપાડા કાવ્યા એ., પુરોહિત પંકજભાઇ પી., ગાયન- પ્રારંભિકમાં આડઠકર મુસ્કાન ડી., પુરોહિત વિભુતિ પી., માવાણી ક્રિશા એસ,., ગાયન- પ્રવેશિકા પ્રથમમાં ડાયરા પાવન આર., વ્યાસ મેઘા એચ., તબલા- પ્રવેશિકા પ્રથમમાં માવાણી હર્ષિલ એસ., ધંધાણીયા નટવર, તબલા- મધ્યમા પ્રથમમાં ઉપાધ્યાય શિવાંગ એ., કથ્થક- વિરાસદ પ્રથમમાં હરીયાણી જુહિ, કથ્થક-પ્રવેશિકા પુર્ણમાં શાહ રીયા ચેતનકુમાર, ધમસાણીયા હેત્વી પી., સુચક નિરાલી ડી., હિંડોચા દ્રષ્ટિ  એમ., કથ્થક- મધ્યમાં પ્રથમમાં   વિઠ્ઠલાણી આરતી ડી., ઓર્ગન- પ્રારંભિકમાં જાજલ આયુષી બી.બગડાઇ મેઘા એમ., ગગલાણી શાહિલ એ., મેર પરમ ડી., ઉપાધ્યાય ધ્રુમિલ આર., વેકરીયા દર્શન એ., ઓર્ગન- પ્રવેશિકા પ્રથમમાં અઢીયા સોમ બી., ઓર્ગન- ગાયન પ્રવેશિકા પ્રથમમાં દેસાઇ નંદની એમ., મહેતા મહેક એચ.એ શ્રેષ્ઠ પરિણામ લાવેલ છે.

 સપ્તસુર સંગીત વિદ્યાલયમાં દરરોજ બપોરે ૪.૪૫ થી સાંજે ૭.૪૫ દરમિયાન વિવિધ વાદ્યો ઉપરાંત કથ્થક, નૃત્ય, ગાયન, સહિતની તાલીમ રાહત દરે આપવામાં આવે છે. જેનું સંચાલન ટ્રસ્ટી શ્રીમતિ અંજલીબેન રુપાણી તથા શ્રી અમિનેષભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ શ્રી શીતલબેન સુરાણી દ્વારા થાય છે. જેમા હાર્મોનિયમ અને ગાયન વિભાગમાં ડોલરભાઇ ઉપાધ્યાય, તબલા વિભાગમાં પ્રિતેશભાઇ પરમાર, ઓર્ગન અને ગાયન વિભાગમાં દર્શીતભાઇ કાનાબાર તથા કથ્થક વિભાગમાં નીતાબેન મેર સહિતના સંગીત શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવે છે.

 આ અગાઉ તાલીમ લઇ ચુકેલા વિદ્યાર્થીઓ '' ટોપ ટવેન્ટી'' કાર્યક્રમમાં નંબર લઇ ચુકયા છે. ઉપરાંત ટી.વી. તથા ફિલ્મક્ષેત્રે પણ સંગીતકલાનો કસબ બતાવી છે.

 શહેરના છેવાડાના તથા પછાત વિસ્તારોમાં વસતા પરિવારોના કલ્યાણ માટે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ચલાવતી સંસ્થા શ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ સંચાલીત સપ્તસુર સંગીત વિદ્યાલય, આક્રિકા કોલોની, અમૃતા સોસાયટી મેઇન રોડ, પાણીના ટાંકા પાછળ ૧૫૦ ફુટ રીંગ રોડ પાસે, રાજકોટ (ફોનં.(૦૨૮૧) ૨૫૭૯૯૬૪) ખાતે આવેલ છે. જેનો તમામ  વર્ગોના પરિવારોને લાભ લેવા ટ્રસ્ટી શ્રીમતિ અંજલીબેન રૂપાણીએ અનુરોધ કર્યો છે.

(2:50 pm IST)