Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

રાજકોટના પેટ્રોલ પંપના વેન્ડર સામે લતીપુર પેટ્રોલ પંપના માલીકની ફરિયાદ

રાજકોટ તા ૨૬ : રાજકોટના ચામુંડા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતા એક શખ્સે ધ્રોલના લતીપુરના  પેટ્રોલ પંપના માલિક સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરતા આ અંગે કોર્ટમાં ચેક રીટર્નની ફરીયાદ નોંધાઇ છે. એસ્સાર કંપનીનો પેટ્રોલ પંપ ધરાવતા લતીપુરના વેપારી કેનોપી બનાવવાના કામમાં છેતરપીંડી કરનારરાજકોટના શખ્સ સામે કોર્ટમાં ફરીયાદ થતા ચકચાર જાગી છે.

ધ્રોલ તાલુકાનાલતીપુર ગામના મહેન્દ્રભાઇ કરશનભાઇ આણદાણી કે જેઓએ એસ્સાર કંપનીના  મારૂતી પેટ્રોલીયમનામાલીક /પ્રોપરાઇટર છે. આ કામનામ આરોપી રાજકોટના ચામુંડા એન્ટરપ્રાઇઝના હરીશભાઇ કાનજીભાઇ ગોંડલીયાએ એચપીએેલ, એસ્સારના વેન્ડર છે. જેથી ફરછયાદી મહેન્દ્રભાઇએ આ  કામનાઆરોપી પાસેથી કવોટેશન મંગાવેલ અને આ કામના આરોપીના કવોટેશન વ્યાજબી લાગતા, આ કામના આરોપીને સોૈ પ્રથમ પેટ્રોલ-ડીઝલની ટેન્ક બનાવવાનું કામ આપેલું જે અંગે રૂ એક લાખ એડવાન્સ આપેલા અને નક્કી કરેલા સમયેે ટેન્ક બનાવી આપેલી ત્યારબાદ ફરીયાદીને આ કામના કેનોપી બનાવવાના કામ આપવા માટે કહેલે

કેનોપીનું કામ આપ્યાબાદ ફરીયાદીએ આરોપીન. વારંવાર ફોન કરીને કામ પુરૂ કરવા વિનંતી કરેલી. જેના અનુસંધાનમાં આરોપીએ શાહ જોવડાવીને કામ પુરૂ નહી કરી આરોપીએ ફરીયાદીને આપેલ રૂ પંદર લાખનો ચકે બેન્કમાં નાણામાં રૂપાંતર કરવા મહિલા એડવોકેટ ભાવનાબેન જોષી મારફત આ કામના આરોપીને નેગોશીીએબલ ઇન્સ્ટ્રુમ.ન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ અને ધ્રોલના ન્યાયધીશ તિવારીએ આરોપીને ધ્રોલ કોર્ટમાં હાજર હેવા માટે સમન્સ કરેલ છે. આ કામમાં ફરીયાદી તરફે ધ્રોલના સીનીયર મહિલા એડવોકેેટ ભાવનાબેન જોષી રોકાયેલ છે. (૩.૧૨)

(2:47 pm IST)