Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

આજીડેમ ચોકડીએ વાહનની રાહ જોઇને ઉભેલા વડાળીના દિલુભા જાડેજાનું બેભાન થઇ જતાં મોત

પડધરીના રંગપર ગામ તોપખાનાના પરષોત્તમભાઇ ગોરીનું અને રૈયાધારમાં કિરણબેન ગોહેલનું પણ બેભાન હાલતમાં મોત નિપજ્યું

રાજકોટ તા. ૨૬: બેભાન થઇ જતાં ત્રણ વ્યકિતના મોત નિપજ્યા હતાં. ત્રંબા પાસે વડાળી ગામમાં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં દિલુભા નાથુભાઇ જાડેજા (ઉ.૪૭) નામના ક્ષત્રિય આધેડ રાજકોટ યાર્ડમાં કામ સબબ આવ્યા હોઇ સાંજે છએક વાગ્યે પરત વડાળી જવા આજીડેમ ચોકડીથી આગળ કોટેશ્વર પંપ નજીક વાહનની રાહ જોઇને ઉભા હતાં ત્યારે અચાનક ચક્કર આવતાં બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યાનું તબિબે જાહેર કરતાં તેમના ભાઇ શકિતસિંહને જાણ કરાઇ હતી. મૃતક ચાર ભાઇમાં ત્રીજા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આજીડેમના એએઅસાઇ સી.એમ. ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં તોપખાના હરિજનવાસમાં રહેતાં નિવૃત સફાઇ કામદાર પરષોત્તમભાઇ હકાભાઇ ગોરી (વાલ્મિકી) (ઉ.૫૫) પડધરીના રંગપર ગામે તેમના ભાઇ રસિકભાઇના ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક ત્રણ ભાઇ અને બે બહેનમાં બીજા હતાં. સંતાનમાં ચાર પુત્ર છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કર્યા હતાં.

ત્રીજા બનાવમાં રૈયાધાર સ્લમ કવાર્ટર નં. ૨૧૪માં રહેતાં કિરણબેન વિનોદભાઇ ગોહેલ (ઉ.૨૯) સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. હેડકોન્સ. અજયસિંહ ચુડાસમાએ જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.

 

(12:07 pm IST)