Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

ફેસબૂક 'ફ્રેન્ડ' નીકળી 'ફંદેબાજ': પટેલ કારખાનેદારને બળાત્કારમાં ફસાવવાની ધમકી દઇ ૧૦ લાખ માંગ્યા

જ્હાન્વી આહિરે મોકલેલી ફ્રેન્ડ રિકવેસ્ટ પટેલ કારખાનેદારને સ્વીકારી અને 'શિકાર' થઇ ગયોઃ જ્હાન્વી તથા સાગ્રીતો કુલદીપ, ગીતા, રસિલા, કેતન અને અજાણ્યા શખ્સે ઘડેલા કાવત્રાનો પર્દાફાશઃ અગાઉ પણ તોડમાં પકડાઇ ગયેલી ગીતા ગોસ્વામી અને રસિલા પટેલ પૈસા લેવા આવતાં ઝડપી લેવાઇ : જામનગર રોડથી અપહરણ કરી નવા બનતા રેસકોર્ષ પાસે લઇ જઇ પરાણે સેકસ કરાવડાવ્યું ને નગ્ન ફોટા પાડ્યાઃ પછી કર્યો બ્લેકમેઇલઃ 'તોડબાજ ટોળકી'ની સુત્રધાર જ્હાન્વી આહિર અને બીજા સાગ્રીતોને શોધતી ગાંધીગ્રામ પોલીસ : . કારખાનેદાર ગિરીશ ભુત ગઇકાલે સવારે જ્હાન્વીને નાગેશ્વર પાસે ફલેટમાં મળીને નીકળ્યો અને જામનગર રોડ પર પહોંચ્યો ત્યાં જ તેણીના સાગ્રીતોએ આંતર્યોઃ 'તે બળાત્કાર ગુજાર્યો છે...કેસ કરવો પડશે' તેમ કહી નવા બનતા રેસકોર્ષ પાસે અવવારૂ જગ્યાએ લઇ ગયા.... મારકુટ કરી જ્હાન્વી સાથે પરાણે સંબંધ બંધાવ્યો અને નગ્ન ફોટા પાડી લીધા!: ૧૦ લાખની માંગણી બાદ છેલ્લે બે લાખમાં સેટીંગ થયું: ગીતા અને રસિલા પૈસા લેવા આવી પણ મળી પોલીસ : સવારના અગિયારથી બપોરના ત્રણ સુધી કારખાનેદારને અવવારૂ જગ્યાએ ગોંધી રાખ્યોઃ છુટવા માટે ૧ લાખ તાત્કાલીક અને બીજા ૧ લાખ બીજા દિવસે આપવાનું નક્કી થતાં મુકત કર્યો

તોડબાજ ટોળકીમાં સામેલ ગીતા અને રસિલાઃ સુત્રધાર જ્હાન્વી અને કુલદીપે સગાઇ કરી છે! પોલીસે તોડબાજ ટોળકીની બે સાગ્રીત ગીતા મહેશ ગોસ્વામી (બાવાજી) (ઉ.૩૦-રહે. નાગેશ્વર પાર્ક ઘંટેશ્વર) અને રસિલા કિરીટભાઇ સાંઇજા (પટેલ) (ઉ. ૩૫-રહે. ઘંટેશ્વર કવાર્ટર)ની હાલ પોલીસે ધરપકડ કરી છે. ગીતાએ કહ્યું હતું કે સુત્રધાર જ્હાન્વીએ પોતાને બોલાવી હતી અને પૈસા લેવા જવાની વાત કરતાં પોતે અને રસિલા કેકેવી ચોકમાં ગઇ હતી. તેણે એમ પણ કહ્યું હતું કે જ્હાન્વી અને કુલદીપે સગાઇ કરી છે! જો કે સાચી વિગતો સુત્રધાર જ્હાન્વી સહિતના પકડાયા બાદ બહાર આવશે. ગીતાએ એ પણ કબુલ્યું હતું કે અગાઉ પોતે પાયલ સાથેના ગુનામાં પણ પકડાઇ હતી. તસ્વીરમાં રગીતા તથા રસિલા મહિલા પોલીસ કર્મચારીઓ સાથે જોઇ શકાય છે.

રાજકોટ તા. ૨૬: શહેરના પટેલ કારખાનેદારને એક આહિર યુવતિએ ફેસબૂક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી વાતચીતનો દોર શરૂ કર્યા બાદ જાળમાં ફસાવી મળવા બોલાવી ફલેટમાં લઇ ગયા બાદ બીજા સાગ્રીતોની મદદથી બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી બાદમાં મારકુટ કરી નવા બનતા રેસકોર્ષ પાસે લઇ જઇ ત્યાં આ યુવતિ સાથે બળજબરીથી શરીર સંબંધો બંધાવી નગ્ન ફોટા પાડી લઇ રૂ. ૧૦ લાખની ખંડણી માંગતાં મામલો પોલીસમાં પહોંચતાં ગાંધીગ્રામ પોલીસે છટકુ ગોઠવી તોડના પૈસા લેવા માટે કેકેવી હોલ પાસે પહોંચેલી ઘંટેશ્વર પાસે રહેતી બાવાજી મહિલા અને પટેલ મહિલાને સકંજામાં લઇ વધુ ચારની શોધખોળ આદરી છે.

બનાવ અંગે પોલીસે મવડી ચોકડી પાસે રાજ રેસિડેન્સી-૧માં રહેતાં ગિરીશ પરષોત્તમભાઇ ભુત (ઉ.૩૭) નામના લેઉવા પટેલ કારખાનેદારની ફરિયાદ પરથી જ્હાન્વી આહિર, કુલદી, ગીતા, રસિલા, કેતન અને અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૬૪ (ક), ૩૮૮, ૫૦૪, ૩૨૩, ૩૪ મુજબ ગુનો નોંધી ઘંટેશ્વર નાગેશ્વર પાર્કમાં રહેતી ગીતા મહેશ ગોસ્વામી (બાવાજી) (ઉ.૩૦) તથા ઘંટેશ્વર ૨૫ વારીયામં રહેતી રસિલા કિરીટ સાંઇજા (પટેલ) (ઉ.૩૨)ની ધરપકડ કરી છે.

કારખાનેદારે પોલીસ સમક્ષ વિતક વર્ણવતા જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને ગોંડલ રોડ પર કારખાનુ ધરાવુ છું. છ મહિના પહેલા મારા મોબાઇલ ફોનમાં ફેસબૂક પર જ્હાન્વી આહિર નામથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી જે મેં એકસેપ્ટ કરી હતી. એ પછી જ્હાન્વીએ તેના મોબાઇલ નંબર પરથી મને મેસેજ શરૂ કર્યા હતાં અને મારા નંબર માંગતા મેં આપ્યા હતાં. ત્યાર બાદ તે અવાર-નવાર ફોન કરતી હતી અને મેસેજ કરતી હતી. આજથી બે મહિના પહેલા તે કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે મળવા આવી હતી અને થોડી વાતચીત બાદ અમે છુટા પડી ગયા હતાં. એ પછી આજથી વિસેક દિવસ પહેલા જ્હાન્વીએ મને ફોન કરી ટયુશન ફી માટે રૂ. ૩ હજારની જરૂર છે તેમ કહી મદદ કરવાનું કહેતાં હનુમાન મઢી પાસે મેં તેને આ રકમ આપી હતી.

બાદમાં ગઇકાલે બુધવારે સવારે સાડા નવેક વાગ્યે જ્હાન્વીએ વ્હોટ્સએપથી મેસેજ કરી 'મારે તને મળવું છે, અગિયાર વાગ્યે સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે આવજે' તેમ કહેતાં હું મારો ટુવ્હીલર જીજે૩જેજી-૧૩૨૪ લઇને ત્યાં ગયો હતો. એ પછી જ્હાન્વીએ આપણે થોડીવાર એકલા બેસી વાતો કરવી છે તેમ કહેતાં તેનું વાહન ત્યાં જ મુકી મારા વાહનમાં બેસી બંને સવા અગિયારેક વાગ્યે નાગેશ્વર સોસાયટીમાં તુલસી એપાર્ટમેન્ટના બીજા માળે અવનીબેન મોચીના ફલેટે ગયા હતાં. ત્યાં બેસીને સ્ટર્લિગ તરફ જવા નીકળ્યા ત્યારે જામનગર રોડના ખુણે જ ત્રણ ટુવ્હીલરમાં ત્રણ શખ્સો અને બે લેડિઝ આવ્યા હતાં અને અમને ઉભા રાખ્યા હતાં.

આ બધાએ ભેગા મળી 'તે જ્હાન્વી પર બળાત્કાર ગુજાર્યો છે, ચાલ તારી ઉપર કેસ કરવો છે' તેમ કહી ધોલધપાટ શરૂ કરી હતી. આ બધા એક બીજાના નામો બોલતાં હતાં. જેમાં  કેતન, કુલદીપ, ગીતા, રસિલા એવા નામ જાણવા મળ્યા હતાં. આ પછી  કેતન મને બળજબરીથી તેના બાઇકમાં બેસાડી ૧૫૦ રીંગ રોડ પર નવા બની રહેલા રેસકોર્ષ પાસે લઇ ગયો હતો. સાથે જ્હાન્વી, કુલદીપ, ગીતા, રસિલા અને એક અજાણ્યો શખ્સ પણ તેના વાહનો પર આવ્યા હતાં. ત્યાં પહોંચ્યા બાદ બધાએ મારકુટ કરી ગાળો દઇ બળજબરીથી મારા કપડા ઉતરાવ્યા હતાં અને અવવારૂ જગ્યામાં લઇ જઇ પરાણે કોન્ડોમ પહેરાવી જ્હાન્વી સાથે બળજબરીથી સંબંધ બંધાવ્યો હતો. એ પછી કોન્ડોમ જ્હાન્વીએ લઇ લીધો હતો.  મારા એકલાના અને જ્હાન્વી સાથેના નગ્ન ફોટા એક શખ્સે મોબાઇલમાં પાડી લીધા હતાં અને રૂ. ૧૦ લાખ આપજે નહિતર બળાત્કારના ખોટા ગુનામાં ફીટ કરી દઇશું તેમ કહી માર માર્યો હતો.

મેં ગભરાઇને આટલા બધા પૈસા નથી પણ પાંચેક લાખ કરી દઇશ તેમ કહેતાં આ લોકો ત્યાંથી પરાણે બાઇકમાં બેસાડી મોરબી રોડ પરથી બેડી ગામ થઇ ખોરાણા ગામ તરફના રસ્તે અવવારૂ જગ્યાએ લઇ ગયા હતાં. ત્યારે બપોરના એકાદ વાગી ગયો હતો. આ જગ્યાએ કેતન તથા અજાણ્યો શખ્સ મને લઇ ગયા હતાં. એકાદ કલાક પછી જ્હાન્વી, કુલદીપ, ગીતા, રસિલા આવ્યા હતાં. આ પછી આ તમામે 'તું ગમે તેમ કર, બદનામ ન થવું હોય અને બળાત્કારના કેસમાં ફીટ ન થવું હોય તો ૧૦ લાખનો મેળ કર' તેમ કહી ફરીથી મારકુટ શરૂ કરી હતી. તેમજ જ્યાં સુધી પૈસા નહિ આવે ત્યાં સુધી તને જવા નહિ દઇએ તેમ કહી બેસાડી રાખ્યો હતો.

મારી પાસે આટલા બધા રૂપિયા ન હોય તેમ જણાવી મેં આજીજી કરતાં આ લોઓએ છેલ્લે મુકત થવાના બે લાખ તો થશે જ અને તેમાંથી એક લાખ અત્યારે જ મંગાવવા પડશે તેમ કહી મારો મોબાઇલ ફોન, ખિસ્સામાંથી ૮ હજાર રોકડા, આધાર કાર્ડ, બે ચેક બળજબરીથી લઇ લીધા હતાં.  મેં તેને પૈસા આપી દેવાનો વિશ્વાસ આપતાં ત્યાંથી નીકળ્યા હતાં. બેડી ગામ પાસે પહોંચી ફરીથી મને ફોન કરવાનું કહેતાં મેં મારા ભાઇને ફોન કરી એક લાખની તાત્કાલિક વ્યવસ્થા કરવાનું કહેતાં તેને શંકા જતાં તેણે ત્રણ-ચાર વખત ફોન કર્યા હતાં. તક જોઇને મેં કિડનેપ જેવી મેટર છે, પૈસા લઇને તું કેકેવી હોલ પાસે જલ્દી આવ તેમ જણાવતાં એકાદ કલાક થવા છતાં મારો ભાઇ ન આવતાં આ શખ્સોએ મારું વાહન લઇ લીધુ હતું. તેમજ અડધા કલાકમાં પૈસા નહિ આપ તો પોલીસમાં ફીટ કરી દઇશું તેવી ધમકી આપી મને રૈયા ચોકડીએ ઉતારી રિક્ષા ભાડાના રૂ. ૧૦૦ આપી જતાં રહ્યા હતાં.

તેમજ પૈસાની વ્યવસ્થા થાય એટલે ફોન કરજે તેમ કહી એક મોબાઇલ નંબર પણ આપી ગયા હતાં. બાદમાં મારા ભાઇને મેં બોલાવતાં તે તથા બીજા સગા આવતાં અને પોલીસને પણ જાણ કરી દેતાં બધા કેકેવી હોલ પાસે ભેગા થઇ ગયા હતાં.

બાદમાં જે નંબર અપાયા હતાં તેના પર પૈસા લઇ જવાનો ફોન કરતાં એક લેડિઝે રિસીવ કર્યો હતો. તેને મે કેકેવી  ચોક આવી પૈસા લઇ જવા કહ્યું હતું. તેને વાર લાગી હતી અને ચારેક વાગ્યે તેણે સામેથી ફોન કરી 'કયાં ઉભા છો?' તેમ પુછતાં અમે તેને જોઇ ગયેલ. ગીતા અને રસિલા મારું જ ટુવ્હીલર લઇને પૈસા લેવા આવી હોઇ ખાનગી રીતી ઉભેલી પોલીસે બંનેને પકડી લીધી હતી.

પોલીસે કારખાનેદારની ઉપરોકત વિગતોને આધારે પી.એસ.આઇ. વી. સી. પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા, ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીનભાઇ પટેલ સહિતે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી પકડાયેલી બંને મહિલાના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

જ્હાન્વીએ વપરાયેલો કોન્ડોમ પુરાવા રૂપે રાખી લીધો હતો!!

ભોગ બનનાર કારખાનેદારે પોલીસને કહ્યું હતું કે પોતાને મારકુટ કરીને ટોળકીએ જ્હાન્વી સાથે ધરાર શરીર સંબંધ બાંધવા દબાણ કર્યુ હતું અને અવાવરૂ જગ્યાએ ખાડામાં જ તે ધમકીને કારણે મજબૂર થયો હતો. એ પછી વપરાયેલો કોન્ડોમ પણ પુરાવા રૂપે જ્હાન્વીએ રાખી લીધો હતો!

(2:46 pm IST)