Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

રાજકોટમાં આર્મીનો ભરતી મેળો : ૧૦ દિવસ ચાલશે : ૩૩ હજાર ઉમેદવારો

દરરોજ રાત્રીના સમયે ટેસ્ટ : આજે રાજકોટના યુવા ઉમેદવારો ભાગ લેશે

રાજકોટ : અહિંના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આર્મીના ભરતી મેળાનો ગત મધરાતથી પ્રારંભ થયો છે. ગઈકાલે જામનગર અને મોરબીથી કમોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. આજે રાજકોટના યુવાઓ આ આર્મીના મેગા ભરતી મેળામાં ભાગ લેવાના છે. ગઈકાલે ૨૧૦૦ યુવાનોએ ભાગ લીધો હતો. સેનાના ઉચ્ચ અધિકારી કર્નલ અભિષેક શ્રીવાસ્તવના માર્ગદર્શનમાં ૧૦ દિવસ દરમિયાન યુવાનોના ઈન્ટરવ્યુ અને ફીઝીકલ ફીટનેસ તપાસવામાં આવશે. આર્મીમાં જોડાવવા માટે દરેક ઉમેદવારોના ઓરીજનલ સર્ટીફીકેટની તપાસ સાથે ઉંચાઈ, વજન શારીરીક ક્ષમતાની ચકાસણી કરવામાં આવશે. તસ્વીરમાં આર્મીમાં જોડાવવા માંગતા યુવાનો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(12:00 pm IST)