Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

ખેડૂતોએ બિયારણ અને ખાતરની ખરીદી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી ?

અનધિકૃત ખાતર કે બિયારણનું વેચાણ થતું જણાય તો નાયબ ખેતી નિયામક જાણ કરવી

રાજકોટ:ખેડૂતો ખરીફ ઋતુના પાકોના આયોજન અને તેના માટે જરૂરી બિયારણ અને રાસાયણિક ખાતર જેવી પાયાની જરૂરીયાતોની ખરીદીમાં છેતરાય નહી તે માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો.

બિયારણ અને રાસાયણિક ખાતરની ખરીદી વિશ્વાસુ પરવાનેદાર (લાયસન્સ હોલ્ડર) પાસેથી સીલ બંધ પેકિંગમાજ ખરીદવાનો આગ્રહ રાખવો જોયીએ.

· બિયારણ સરકાર માન્ય તેમજ વૈજ્ઞાનિકો દ્વારા કરેલ ભલામણ મુજબના ખરીદવાનો આગ્રહ રાખવો.

  • બિયારણની ખરીદીનું પાકું બીલ લેવું.

· સરકાર માન્ય ન હોય તેવું બિયારણ, પરવાનેદાર પાસેથી કે અનધિકૃત વિક્રેતાઓ પાસેથી અથવા સગાસંબંધીઓ પાસેથી ખરીદી ન કરવી.

  • વીતેલ મુદ્ત વાળું બિયારણ ન ખરીદવું.

· પિયત તેમજ સુવિધાઓને ધ્યાને લઈ બિયારણની જાત પસંદ કરવી.

· ખાતરની ખરીદી સરકાર માન્ય વિક્રેતા અથવા સેવા સહકારી મંડળી અથવા એગ્રી બિજનેસ સેન્ટર પાસેથી કરવી.

  • અનધિકૃત ખાતર કે બિયારણનું વેચાણ થતું જણાય તો ફોન નં. ૦૨૮૧-૨૪૫૨૦૪૩ પર જાણ કરવા નાયબ ખેતી નિયામક (વિ) રાજકોટની યાદીમાં જણાવ્યું છે.
(10:07 pm IST)