Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

રાજકોટમાં જી.જે.૩- કે.એલ. સીરીઝના ૧ થી ૯૯૯૯ તથા અન્ય સિરીઝના બાકી રહેતા ગોલ્ડન તથા સિલ્વર નંબરોનું રિઓકશન

રાજકોટ:પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા મોટરસાયકલ  પ્રકારના વાહનો માટે જી.જે.૦૩અ-કે.એલ સીરીઝના ૧ થી ૯૯૯૯નું ઓકશન તથા  જી.જે.૦૩-કે.ડી., જી.જે.૦૩-કે.ઇ, જી.જે.૦૩-કે.એફ, જી.જે.૦૩-કે.જી, જી.જે.૦૩-કે.જે. સીરીઝના ઓકશન બાદ બાકી રહેલા નંબરોનું રીઓકશન થનાર છે. જે માટે તા. ૨૫ એપ્રીલ  થી ૨ જી મે દરમિયાન ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે. તા. ૩ મે ના રોજ સવારે ૧૧ કલાકથી તા. ૫ મી મે ના રોજ સાંજના ૪ કલાક સુધી ઓનલાઇન ઇ-ઓકશન ચાલુ રહેશે. તા. ૫ મી મે ના રોજ સાંજના ૫ કલાકથી ઇ-ઓકશનનું પરીણામ નોટીશબોર્ડ પર મુકવામાં આવશે. 

  વાહન સોફટવેરમાં પસંદગી નંબરની રસીદ ઇશ્યુ થયાની તારીખના રાત્રિના ૧૨.૦૦ વાગ્યા બાદ કોઇ પણ પ્રકારનો સુધારો ન થઇ શકતો હોવાથી વાહન માલિકોએ વાહન નંબર, ચેસીસ નંબર, તથા રકમની ખરાઇ કરી તે જ દિવસે લેવાની રહેશે. તથા તે અંગે કંઇ ભૂલ હોય તો તેની જાણ તે જ દિવસે અધિકારીને નહીં કરવામાં આવે તો તે પછી રસીદમાં કોઇ પણ પ્રકારનો સુધારો થઇ શકશે નહીં.

  પસંદગીના નંબરની ફાળવણીની ફી ગોલ્ડન નંબર માટે રૂ. ૫૦૦૦ તથા સીલ્વરનંબર માટે રૂા. ૨૦૦૦ વસુલીને ફાળવણી કરવામાં આવશે, અન્ય પસંદગીના નંબર મેળવવા માટે રૂા. ૧૦૦૦ ફી છે. નંબર મેળવવામાં સફળ થનાર અરજદારે રકમ ઓકશન થયાના દિવસ પાંચ(પ) માં રકમ ભરપાઇ કરી દેવાની રહેશે. સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પસંદગી રદ કરવામાં અવશે. ઓકશન દરમ્યાન  કોઇ કર્મચારી કે અધિકારીની ફરજમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તે વ્યકિત સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ હવાલે કરવામાં આવશે. જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટ દ્વારા જણાવાયુ છે.

(10:08 pm IST)