Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

કોઠારીયા સોલવન્ટ પાસે કવાર્ટરમાં મશ્કરી બાબતે રાહુલ રાઠોડને છરી ઝીંકાઇ

રાજકોટ, તા., ૩૧: કોઠારીયા સોલવન્ટ રપ વારીયા કવાર્ટરમાં મશ્કરી કરવા બાબતે દેવીપુજક યુવાન અને તેની માતા પર ચાર શખ્સોએ છરી વડે હુમલો કરતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે. મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ રપ વારીયા કવાર્ટરમાં રહેતો રાહુલ મનોજભાઇ રાઠોડ (ઉ.વ.ર૦) ગઇકાલે કારખાનેથી ઘરે આવતો હતો. ત્યારે મશ્કરી બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખી આજે સવારે ચાર શખ્સોએ આવી ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી છરી વડે હુમલો કરતા રાહુલને માથા તથા હાથના ભાગે ઇજા થઇ હતી. જયારે માતા ગીતાબેન રાઠોડ (ઉ.વ.૪પ) વચ્ચે પડતા તેને પણ માર મારતા બંન્નેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે.

(3:01 pm IST)