Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

શરદ પૂર્ણિમા : ચાંદનીના ઝળહળાટની મોજ

રાત્રે દુધ-પૌઆનો જલ્સો : જાહેર કાર્યક્રમો રદ, પરંતુ ઘર-ઘર અગાસીએ ઉત્સવ : આરોગ્ય અને સૌંદર્ય ખોલવાનો અવસર

રાજકોટ તા. ૩૧ : કહો પુનમના ચાંદને આજે ઉગે આથમણી ઓર... સોળે કળાએ ખીલેલા ચંદ્રમાના તેજોમય વાતાવરણમાં આજે રાત્રી રઢીયાળી બની રહેશે. આસો સૂદ પુનમની આજે શરદ પૂનમ તરીકે ઉજવણી કરાશે.

શહેરભરમાં શરદપુનમની ઉજવણી થશે. આમ તો સામાન્ય દિવસોમાં નવરાત્રી પછી શરદ પૂર્ણીમાએ ફરી એક દિવસીય રાસોત્સવ જામતો હોય છે. પરંતુ આ વર્ષે પરિસ્થિતી થોડી જુદી છે. કોરોના સંક્રમણથી બચવા ખુબ સંયમ દાખવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે શરદ પૂર્ણીમાએ યોજાતા જાહેર કાર્યક્રમો આ વર્ષે બંધ રાખવામાં આવ્યા છે.જાહેર કાર્યક્રમો ભલે બંધ રહ્યા પણ ઘરે ઘરે અગાસીએ અગાસીએ તો અવસરનો આનંદ ચોકકસ લુંટાશે. ચાંદનીના ઝળહળતા તેજ સામે દુધ પૌવા ધરાવી તેનો પ્રસાદ આરોગવાનું મહત્વ કાંઇ ઓછુ નથી. શરદ પૂનમે દુધ પૌઆ આરોગવાનું આયુર્વેદીક મહત્વ હોય છે. ચંદ્રમાના અજવાળે ધરાવેલા સાકર મિશ્રિત દુધ પૌઆ લોકો હોશે હોશે આરોગશે.

રાત્રે શરદ પૂનમનો ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠતા દિવસ જેવું અંજવાળુ રેલાશે.  આ અજવાળાની ઉર્જા સાત્વીક હોય છે. શરદપૂર્ણીમાંની રાત્રીના ગ્રહણ કરેલી આ ઉર્જા આખુ વર્ષ નિરોગીપણુ પ્રદાન કરે છે. પ્રેમી હૈયાઓ માટે પણ શરદ ઋતુની આ ચાંદની રાત ઘણી મોંઘેરી બની રહે છે.ધાર્મિક આધ્યાત્મિક મહત્વ જોઇએ તો આ દિવસે ધ્યાન-પ્રાર્થના-સત્સંગના આયોજનો પણ કરવામાં આવે છે. મંદિરો અને ધામિર્ક સંસ્થાઓના આંગણે આજે એક દિવસીય ધ્યાન સાધનાના કાર્યક્રમો થશે.આ વર્ષે ભલે રાસોત્સવ ન જામે અને જાહેર મેળાવડા ન થાય. પરંતુ સોશ્યલ મીડિયા તો સહયોગમાં છે જ ને? શરદ પૂર્ણીમાની શુભેચ્છાના મેસેજીસનો મારો આજે સવારથી કાલે સવાર સુધી ચાલતો રહેશે. સૌને હેપી શરદ પૂર્ણીમા!

(2:35 pm IST)
  • લવ જેહાદ કરવાવાળા સુધરી જાવ ,નહીં તો ' રામ નામ સત્ય છે ' ની યાત્રા નીકળશે : હાઇકોર્ટની ટિપ્પણી બાદ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કડક ચેતવણી : બહેન દીકરીઓની જિંદગી સાથે રમત કરનારાઓને માફ નહીં કરાય access_time 6:06 pm IST

  • ' ધ બેટલ ઓફ બિલોગિંગ ' : શશી થરૂર લિખિત પુસ્તકનું લોન્ચિંગ : હિન્દુત્વની નારાબાજી કટ્ટરતાની નિશાની : હિન્દુત્વ એ કોઈ ધાર્મિક નહીં પણ રાજકીય સિદ્ધાંત છે : ' હિન્દૂ ભારત ' એ દેશના લોકશાહી બંધારણ માટે પડકાર સમાન : હિન્દુત્વનું આંદોલન એ 1947 ની મુસ્લિમ સંપ્રદાયિકતાનું પ્રતિબિંબ : લોન્ચિંગ પ્રસંગે ઉદબોધન access_time 6:32 pm IST

  • ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની આજ 31 ઓક્ટોબરના રોજ પુણ્યતિથિ : 1984 ની સાલમાં હત્યા થઇ હતી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી access_time 12:36 pm IST