Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ભાજપ લઘુમતિ મોરચાના પૂર્વ પ્રમુખ અને મુસ્લિમ અગ્રણી અલ્તાફભાઈ સમા જન્નતનસીન

પક્ષમાં વિવિધ હોદ્દાઓ ઉપર સેવા બજાવી હતી, આજીવન ખાદીના કપડા પહેર્યા હતા, સાદગીભર્યુ જીવન જીવ્યાઃ ૬૮ વર્ષની વયે ફાની દુનિયાને અલવિદા

રાજકોટ,તા.૩૧: મુસ્લિમ અગ્રણી અને ભાજપમાં વિવિધ હોદ્દાઓ ઉપર સેવા બજાવી ચુકેલા એવા અલ્તાફભાઈ અબ્દુલભાઈ સમા ગઈકાલે હઝરત મહોમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસના પવિત્ર દિવસે જન્નતનશીન થયા છે.

મર્હુમ અલ્તાફભાઈ ૧૯૯૫ થી ૨૦૦૨ સુધી ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખ, મહામંત્રી સહિત વિવિધ જવાબદારીઓ ખંતપૂર્વક નિભાવી હતી. આજીવન છેવાડાના માનવીની સેવામાં જીવન વિતાવ્યું હતું. વિધવા પેન્શન, કુંવરબાઈનું મામેરૂ જેવી યોજનાઓનો લાભ અનેક લોકોને અપાવ્યો હતો.

મર્હુમ અલ્તાફભાઈના પુત્ર ખુરશીદ સમાએ જણાવેલ કે મારા પિતાનું તા.૩૦ શુક્રવાર બપોરના ૧૨:૫૦ વાગે દુઃખદ અવસાન થયેલ છે. અલ્લાહ તેમને જન્નત નસીબ અતા ફરમાવે તેમને જે દિવસ મળ્યો હઝરત મહોમ્મદ પયગંબર સાહેબનો જન્મદિવસ હતો. પરદો કરી ગયા નિર્વાણ દિવસ. તેઓને કોઈપણ જાતની બિમારી ન હતી. એક દિવસ ઝાડા થતા તુરંત બે બાટલા ચડાવ્યા સારૃં થઈ ગયું. સાંજે જમ્યા, જયુસ પીધા બીજા દિવસ સવારે મને કહ્યું કે કયાં જાશું મે કીધુ મોરબી પ્રચારમાં મને કે ૨ દિવસ કયાંય ન જતો એક વસ્તુ કીધું આ લેતો આવ ૧૨:૩૦ એ આ વાત કરી બેઠા બેઠા વાત કરી હું જેવો ગયો તરત ૧૦ મિનિટમાં બેભાન થઈ ગયા. તરત ડોકટરને બોલાવ્યા મારા મિત્ર ડો.ગૌતમ શુકલાના પિતા ડો.શુકલા ૧૦ મિનિટમાં ઘરે આવી ગયાને કીધું તમારા પિતા તો અલ્લાહ પાસે ગયા છે.

અલ્તાફભાઈએ આજીવન સાદગીવાળુ જીવન જીવ્યા આજીવન ખાદીના કપડા પહેર્યા પગમાં પણ ભારતીય બનાવટના ચંપલ પહેર્યા ત્યાં સુધી તેને લોકોને કેમ મદદરૂપ થવું તેમાં તેનું જીવન વિતાવ્યું હતું. ખુરશીદ સમા (મો.૯૨૨૭૨ ૦૦૦૦૯)

(2:35 pm IST)