Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

કેશુભાઇએ કયારેય સત્તાના 'કેફ'ને પોતાના ઉપર હાવી થવા દીધો નથી

'બાપા'નું ગુજરાત પ્રત્યેનું યોગદાન અમુલ્યઃ મનોજ રાઠોડ

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને લોધીકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ રાઠોડે પણ કેશુભાઈ પટેલને ભાવભીની શ્રદ્ઘાંજલિ પાઠવતાં જણાવ્યું કે રાજકારણની સાથે સાથે રાજય માટે પણ શ્નબાપાલૃએ આપેલું યોગદાન અમૂલ્ય છે. તેમણે અનેક એવી યોજનાઓ આપી છે જેનો વર્ષોથી જનતા લાભ લઈને ધન્યતા અનુભવી રહી છે. આ યોજનાઓ કેશુભાઈ પટેલની જ દેન છે જેને લોકો હંમેશા યાદ રાખશે.

મનોજ રાઠોડે (મો.૯૮૨૪૨ ૫૧૬૬૩) જણાવ્યું કે ગુજરાતમાં ગોકુળગ્રામ યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, જયોતિગ્રામ યોજના, પાથરણાની યોજના, ખેત તલાવડી સિંચાઈ પદ્ઘતિનો વિકાસ સહિતની અનેક યોજનાઓ કેશુભાઈ થકી જ અમલી બની હતી. સાથે સાથે તેમણે આ યોજનાઓ ઘડી લીધા બાદ તેનો સચોટ અમલ થાય તેના ઉપર પણ પૂરતો ભાર મુકયો હતો. આ ઉપરાંત અત્યારે ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે તે પણ કેશુભાઈ પટેલને જ આભારી છે કેમ કે આ અંગેની નીતિ પણ કેશુબાપાએ જ ગુજરાતમાં અમલી બનાવી હતી.

સ્વ.કેશુભાઈ પટેલ ખેડૂત અને મધ્યમવર્ગની હંમેશા પડખે રહેવામાં માનતા હતા અને આખું જીવન તેમણે લોકોની વચ્ચે રહીને જ પસાર કર્યું છે.

 ખાસ કરીને એ સમયે ગુજરાતમાં ક્રાઈમરેટ ફૂલ્યોફાલ્યો રહેતો હોવાને કારણે પ્રજામાં ડર વ્યાપી જવા પામ્યો હતો પરંતુ કેશુભાઈ પટેલે નીડરતાપૂર્વક ચમરબંધીઓને ભોંભીતર કરી દઈ ગુજરાતના ક્રાઈમરેટને એક ઝાટકે નીચો લાવી દીધો હતો. કેશુભાઈ પટેલ રાજયને શ્રેષ્ઠ બનાવવાના સ્વપ્નદૃષ્ટા હતા અને તેમણે કરેલા ખંતપૂર્વક કાર્યોથી જ અત્યારે રાજયનું નામ માન સાથે લેવામાં આવી રહ્યું છે. કેશુભાઈ પટેલ હંમેશા એક એવા કાર્યકર, નેતા, વડા રહ્યા છે જેમણે પોતાના મન ઉપર કયારેય સત્ત્।ાના 'કેફ'ને હાવિ થવા દેવાને બદલે જમીન સાથે જોડાયેલા રહીને કામ કરવામાં માન્યું છે. તેઓ નાના કાર્યકરથી માંડીને મોટા નેતાને સમાન જ ગણતાં હતા અને આ જ કારણથી અત્યારે જૂની પેઢીના રાજકારણીઓની સાથે સાથે નવી પેઢીના 'નવલોહિયા' રાજકારણીઓ પણ 'બાપા'ને ભૂલી શકે તેમ નથી. 

(2:34 pm IST)