Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

વડાળીના અરવિંદને ત્રંબામાં રફિક પંચરવાળાએ માર માર્યો

ગાળો દેવાની ના પાડતાં વધુ ગાળો દઇ હુમલો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૩૧: વડાળી રહેતાં અને ટ્રેકટર ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં અરવિંદભાઇ કેશાભાઇ મુછડીયા (ઉ.વ.૩૫)ને સાંજે સાતેક વાગ્યે ત્રંબામાં રફિકભાઇ પંચરવાળાની દૂકાન પાસે હતો ત્યારે રફિકભાઇએ ઝઘડો કરી પંચર સાંધવાના સાધનથી હુમલો કરી ઇજા કરતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

અરવિદભાઇના સગા રામજીભાઇના કહેવા મુજબ રફિકભાઇ કારણવગર ગાળો દેતો હોઇ અને જેમ તેમ બોલતો હોઇ તેને ગાળો દેવાની ના પાડતાં વધુ ગાળો દઇ ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે

(10:32 am IST)