Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

મ્યુ.કોર્પોરેશન દ્વારા ભવ્ય આતાશબાજીનો કાર્યક્રમ યોજાયોઃ વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતી

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા  શનિવારના રોજ સાંજના ૭ કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા સાંસદ મોહનભાઈ કુંડારિયાના વરદ હસ્તે ભવ્ય આતશબાજીનો શુભારંભ કરાયો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નગરજનોને દીપાવલીના તહેવારો પ્રસંગે શુભેચ્છા પાઠવેલ હતી. તેઓએ જણાવેલ કે, દિવાળીની ઉજવણી આતશબાજી દ્વારા કરીને આકાશને પ્રકાશમય બનાવી. દિવાળીના પર્વને પ્રકાશ-ઉજાસ સાથે જોડે છે ત્યારે તમામ પ્રજાજનોનું જીવન ઉજાસમય-પ્રકાશમય બને અને માં લક્ષ્મીની કૃપા તેમના પર વર્ષે તેવી શુભેચ્છા પાઠવી હતી.  આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈ. બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, અનુસૂચિત જાતિ મોરચા રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, જીલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, કાર્યક્રમનું સંકલન કરતા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, લાઈટીંગ કમિટી ચેરમેન મુકેશભાઈ રાદડિયા તથા કોર્પોરેટર, શહેર સંગઠનના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેલ.આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ભાજપ શહેર સંગઠન તથા અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીનું બુકે દ્વારા સ્વાગત કરવામાં આવેલ. જયારે સ્ટેજ ઉપર ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પો તથા ખાદીના રૂમાલ દ્વારા સ્વાગત સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠકાર તથા લાઈટીંગ સમિતિના ચેરમેન મુકેશભાઈ રાદડિયાએ કર્યુ હતુ.

(3:44 pm IST)