Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ અને સ્વ. ઇંદિરા ગાંધીની પૂણ્યતિથિએ કોંગ્રેસની પુષ્પાંજલી

શહેર પ્રમુખ અશોક ડાંગરની અધ્યક્ષતામાં બન્ને કાર્યક્રમો સંપન્ન

રાજકોટ,તા.૩૧: શહેર કોંગ્રેસ સમિતિઆજ તા.૩૧ના રોજ ભારત દેશના લોખંડી પુરુષ અને ભારત દેશને આઝાદી અપાવવામાં સિંહ ફાળો ભજવનાર એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મજયંતી નિમિતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન અને લોખંડી મહિલા તરીકે ઓળખાતા સ્વ. ઇન્દિરા ગાંધીની ૩૫મી પુણ્યતિથી નિમિતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સંબોધની પ્રતિમા ખાતે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી.

આજ તા.૩૧ના રોજ ભારતદેશના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ અને ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ.ઇન્દિરા ગાંધીની ૩૫મી પુણ્યતિથી નિમિતે શ્રદ્ઘાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર, મહેશભાઈ રાજપૂત, પ્રદીપભાઈ ત્રિવેદી, દિનેશભાઈ મકવાણા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાદ્યેલા, દિનેશભાઈ ચોવટિયા, મનોજભાઈ રાઠોડ, ઙ્ગરાજકોટ મહાનગરપાલિકા વિરોધપક્ષ દંડક અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આસવાણી, સંજયભાઈ અજુડીયા, ભીખાભાઈ ગજેરા, અશોકસિંહ વાદ્યેલા, ઙ્ગભાવેશભાઈ ખાચરિયા, ઙ્ગયુનુસભાઈ જુનેજા, રાજેશભાઈ આમરણયા, આશિષસિંહ વાઢેર, જીગ્નેશભાઈ સોની, નારણભાઈ હિરપરા, જગદીશભાઈ સખીયા, ગૌરવભાઈ પુજારા, માણસુરભાઇ વાલા, પ્રભાતભાઈ ડાંગર, કનકસિંહ જાડેજા, મહેશભાઈ પાસવાન, મેરામભાઈ ચૌહાણ, પરસોતમભાઈ સગપરીયા, પ્રવિણભાઈ મૈયાળ, નીલેશભાઈ ભાલોડી, છગનભાઈ ચાવડા, અરવિંદભાઈ મુછડીયા, યુનુસભાઈ સપ્પા, ઈબ્રાહીમભાઈ સોરા, વી.ડી.પટેલ, યોગેશભાઈ વ્યાસ, કિશોરસિંહ જાડેજા, જીતુભાઈ ઠાકર, રાજેશભાઈ બદ્રકીયા, દિપ્તીબેન સોલંકી, કાન્તાબેન ચાવડા, ચંદ્રિકાબેન વરાનીયા, જયાબેન ચૌહાણ, રીટાબેન વડેચા, વગેરે આગેવાનો કાર્યકરો પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની અખબારી યાદી જણાવે છે.

(3:43 pm IST)