Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

આતશબાજીના કાર્યક્રમમાં કોર્પોરેટરો ધક્કે ચડયાઃ અવ્યવસ્થા સર્જાઇઃ કોંગ્રેસ

કાર્યક્રમ મોડો શરૂ થયોઃ દરવાજા બંધ કરી દેવાયાઃ અતુલ રાજાણીના આક્ષેપો

રાજકોટ તા. ૩૧ : મ્યુ.કોર્પોરેશન દ્વારા તાજેતરમાં રેસકોર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આતશબાજીના કાર્યક્રમમાં જબરી અવ્યવસ્થા સર્જાઇ હોવાના આક્ષેપો કોંગી કોર્પોરેટર અતુલ રાજાણી, દિલીપ આશવાણી તથા પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાએ કર્યા છ.ે

આ અંગે તેઓએ એક સંયુકત નિવેદનમાં જણાવ્યું છે કે આતશબાજીના કાર્યક્રમમાં મહેમાનો અને કોર્પોરેટરોને નિમંત્રણ કાર્ડ આપીને બોલાવાયા હતા પરંતુ મૂખ્યમંત્રીની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાતા આ નિમંત્રણ કાર્ડ વાળા કોર્પોરેટરો અને મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા રહી નહી અને જબરી અવ્યવસ્થા સર્જાતા કોર્પોરેટરોને ધકકે ચડાવાયા કાર્યક્રમના પ્રવેશ દ્વારો બંધ કરી દેવાયા.

આમ પ્રજાના પૈસે યોજાતા કાર્યક્રમમાં કોર્પોરેટરોને પણ પ્રવેશવા નથી દેવાયા ત્યારે સામાન્ય પ્રજાજનોની હાલાકી શુ હશે.

એટલુ જ નહી કાર્યક્રમ પણ પોણો કલાક મોડો શરૂ થયો હતો.

અંતમાં તંત્રની આ બેદરકારી અંગે જવાબદારો સામે પગલા લેવાશ્રી રાજાણીએ માંગ ઉઠાવી છે.

(3:42 pm IST)