Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સરદાર પટેલ જયંતિ... રન ફોર યુનિટી... રાજકોટ દોડયું...

રાજકોટ :.. ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની આજે જન્મ જયંતિ રાષ્ટ્ર ઉજવી રહ્યું છે, રાજકોટ સહિત દેશભરમાં રન ફોર યુનિટી યોજાઇ હતી, રાજકોટમાં સવારે ૭ વાગ્યે રેસકોર્સ રીંગ રોડ ફરતે વિદ્યાર્થીઓ-યુવક-યુવતીઓ- અધિકારીઓ-પદાધિકારીઓ-મંત્રીઓ- કલેકટર-એડી. કલેકટર એકતાના સંદેશ સાથે દોડયા ત્યારે ભાવાત્મક વાતાવરણ સજર્યુ હતું, તસ્વીરમાં પ્રથમ તસ્વીરમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી કરતા, પુરવઠા મંત્રીશ્રી જયેશ રાદડીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા નજરે પડે છે. બીજી તસ્વીરમાં રન ફોર યુનિટીમાં ફલેગ ઓફ આપતા જયેશભાઇ રાદડીયા, મોહનભાઇ, ધનસુખભાઇ ભંડેરી, મેયરશ્રી, ગોવિંદભાઇ પટેલ, કલેકટરશ્રી રેમ્યા મોહન નજરે પડે છે, નીચેની તસ્વીરમાં રન ફોર યુનિટમાં ભાગ લેતા મંત્રીશ્રી અને અધિકારીઓ તથા છેલ્લી તસ્વીરમાં રાજકોટ એકી સાથે દોડયું તે નજરે પડે છે.  સાંજે પ વાગ્યે પોલીસ હેડ કવાર્ટર ખાતેથી માર્ચ પાસ્ટ યોજાઇ હતી, રન ફોર યુનિટીમાં ભાગ લેનાર દરેકને વ્હાઇટ કેપ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અપાઇ હતી. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:30 pm IST)