Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

યુનિવર્સિટી પોલીસ મથક અને ટ્રાફિક બ્રાંચના પીઆઇની અરસ-પરસ બદલી

એ.એલ. આચાર્ય ટ્રાફિકમાં, ટ્રાફિકના આર.એસ. ઠાકર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મુકાયા

રાજકોટ તા. ૩૧: શહેરના બે પોલીસ ઇન્સ્પેકટરની અરસ-પરસ બદલીના હુકમો થતાં ચાર્જ સંભાળી લીધો છે.

યુનિવર્સિટી (ગાંધીગ્રામ-૨) પોલીસ સ્ટેશનના પી.આઇ. એ. એલ. આચાર્યને ટ્રાફિક બ્રાંચમાં મુકવામાં આવ્યા છે. જ્યારે ટ્રાફિક બ્રાંચમાં ફરજ બજાવતાં આર.એસ. ઠાકરને યુનિવર્સિટી પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે. શ્રી ઠાકર અગાઉ બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવી ચુકયા છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશથી બંને અધિકારીએ બદલીના સ્થાને ચાર્જ સંભાળી લીધો છે. બદલી રૂટીન હોવાનું કહેવાય છે.

(3:25 pm IST)