Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

કુશાલ શાહ એકના એક પુત્ર હતાં: ગાયત્રીનગરમાંથી બપોરે પિતા-પુત્રની એક સાથે અંતિમયાત્રા નીકળતાં શોકની કાલિમા

લક્ષ્મીનગર પીજીવીસીએલ ૬૬ કેવીના જુનિ. એન્જિનિયર કુશાલ શાહના મૃત્યુથી ૧ાા વર્ષની દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ પુત્ર સાથે કાળનો કોળીયો બનેલા પિતા દિપકભાઇ શાહ નિવૃત જીવન ગાળતાં હતાં: પરિવારમાં ગમગીની

રાજકોટઃ જેતપુર નજીક સાંકળી ગામના પાટીયા પાસે કાર ડિવાઇડરમાં અથડાઇને રોડ નીચે ઉતરી પલ્ટી મારી જતાં તેમાં બેઠેલા ગાયત્રીનગરમાં રહેતાં અને લક્ષ્મીનગર પીજીવીસીએલ કચેરીમાં ૬૬ કેવી વિભાગમાં જુનિયર એન્જિનિયર કુશાલભાઇ દિપકભાઇ શાહ અને તેમના પિતા દિપકભાઇ ભગવાનરાય શાહ બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં. જ્યારે કુશાલભાઇના માતા ભારતીબેન દિપકભાઇ શાહ, બહેન રિધ્ધીબેન નિર્મલભાઇ ખખ્ખર તથા બનેવી નિર્મલભાઇ અશ્વિનભાઇ ખખ્ખરનને ઇજા થઇ હતી. આ પરિવારજનો વંથલી નજીક માતાજીના દર્શન કરવા જઇ રહ્યા હતાં અને રસ્તામાં આ બનાવ બન્યો હતો. કુશાલભાઇ માતા-પિતાના એકના એક પુત્ર હતાં. તેમના મૃત્યુથી ૧ાા વર્ષની દિકરી યામીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંત સર્જાયો છે. જ્યારે પુત્ર સાથે મૃત્યુ પામનાર દિપકભાઇ બે ભાઇમાં મોટા હતાં અને જેતપુર રહેતાં હતાં. તેમના ભાઇ સુધિરભાઇ રાજકોટ રહે છે. બપોરે નિવાસ સ્થાન ગાયત્રીનગરમાંથી કુશાલભાઇ અને તેમના પિતા દિપકભાઇ શાહ એમ બંનેની એક સાથે અંતિમયાત્રા નીકળતાં અત્યંત કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં. અંતિમયાત્રાના દ્રશ્યો, શોકમય સ્વજનો અને મૃતક પિતા-પુત્રની ફાઇલ તસ્વીર જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:03 pm IST)