Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

રાજકોટ રૂરલના એએસઆઇ ગૂમ થયા બાદ મવડી હેડકવાર્ટરમાંથી જ મળી આવ્યા

મવડી હેડકવાર્ટરના નિવાસ સ્થાનેથી ભાઇબીજની સવારે નીકળી ગયા'તાઃ આરએસઆઇની ઓફિસના બાથરૂમમાં પડી ગયા બાદ બહાર નીકળી શકયા નહોતાં: સારવારમાં દાખલ

રાજકોટ તા. ૩૧: રાજકોટ રૂરલ પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં અને મવડી પોલીસ હેડકવાર્ટરમાં રહેતાં ભૂપતસિંહ વેરૂભા રાણા (ઉ.વ.૫૫) ૨૯મીએ ભાઇ બીજની સવારે દસેક વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઇ જતાં પરિવારજનોમાં ચિંતા ફેલાઇ ગઇ હતીે. સ્વજનોએ ઠેર-ઠેર શોધખોળ કરવા છતાં તેમનો પત્તો ન મળતાં સોશિયલ મિડીયામાં તસ્વીર સાથે માહિતી વહેતી કરવામાં આવી હતી. દરમિયાન બુધવારે બપોર બાદ મવડી હેડકવાર્ટરમાં આવેલી આરએસઆઇશ્રીની ઓફિસના બાથરૂમમાંથી તેઓ બેભાન મળી આવતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

ભૂપતસિંહ રાણાને એક હાથ અને એક પગમાં પેરેલિસીસને કારણે થોડી તકલીફ છે. તેમજ બોલવામાં પણ થોડી તકલીફ પડે છે. તેઓ ધર્મપત્નિ, પુત્ર અને પુત્રી સાથે રહે છે. ભૂપતસિંહને શોધવા પરિવારજનોએ સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતાં. દરમિયાન તેઓ હેડકવાર્ટરની ઓફિસના બાથરૂમમાંથી મળી આવ્યા હતાં. બાથરૂમમાં સ્લીપ થઇ જતાં પડી ગયા બાદ બેશુધ્ધ જેવા થઇ ગયા હતાં અને બાથરૂમમાં જ પડ્યા રહ્યા હતાં. તેઓ હેમખેમ મળી આવતાં પરિવારજનોએ અને પોલીસ તંત્રએ રાહતનો દમ લીધો હતો.

(3:27 pm IST)