Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

સિવિલ હોસ્પીટલમાં વિશાલ ન્યુરો ડાયગ્નોસ્ટીકનો પ્રારંભ

જાણીતા ન્યુરોફીઝીયોલોજીસ્ટ ડો. તેજસ મહેતા દ્વારા સિવિલ હોસ્પીટલ ખાતે પીપીપીના ધોરણે ઝડપી અને અસરકારક નિદાન-સુવિધાનો અંજલીબેન રૂપાણીના હસ્તે પ્રારંભ

રાજકોટ, તા ૩૦ :. ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી સંવેદનશીલ સરકારે સિવિલ હોસ્પિટલમાં પબ્લીક પાર્ટનરશીપના ધોરણે આધુનિક ઝડપી સુવિધા ઉપલબ્ધ કરાવવા અસરકારક પગલા ભરી રહી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં  ઓ.પી.ડી. બિલ્ડીંગના સેલર વિભાગમાં વિશાલ ન્યુરો ડાયગ્નોસ્ટીક સેન્ટરનો પ્રારંભ થયો  છે. આ સેન્ટરથી ગરીબ દર્દીઓને ઝડપી નિદાન થઈ શકશે.

સૌરાષ્ટ્રના જાણીતા યુવાન ન્યુરો ફિઝીયોલોજીસ્ટ ડો.તેજસ મહેતાના વડપણ હેઠળ વિશાલ ન્યુરો ડાયગ્નોસ્ટીક સેન્ટર સિવિલ હોસ્પિટલ (પી.ડી.યુ. અને મેડીકલ કોલેજ) ખાતે સેલરમાં પબ્લીક, પ્રાઈવેટ પાર્ટનરશીપ પી.પી.પી. અંતર્ગત શરૂ થયો છે. જેનુ ઉદ્ઘાટન અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે થયેલ. સિવિલ હોસ્પિટલમાં દાખલ ગરીબ દર્દીઓ કે જેઓ બીપીએલ કેટેગરી તેમજ સ્કુલ હેલ્થ કાર્ડ તેમજ આરએસબીવાયમાં આવતા દર્દીઓ તેમજ સિવિલ સર્જન દ્વારા પ્રમાણિત થયેલ કોઈપણ દર્દીને ફ્રી ઓફ ચાર્જ તપાસ કરી આપવામાં આવશે.

વિશાલ ડાયગ્નોસ્ટીક સેન્ટરમાં સિવિલ હોસ્પિટલમાં ઓપીડી દ્વારા લેવાયેલ તપાસ તેમજ પ્રાઈવેટ હોસ્પિટલમાંથી લખાયેલી તપાસ પણ રાહતદરે કરી આપવામાં આવશે. જે સુવિધા વિશાલ ડાયગ્નોસ્ટીકમાં થઈ શકશે. વિશાલ ડાયગ્નોસ્ટીક સેન્ટરમાં સિવિલમાં રહેલ ગરીબ તેમજ જરૂરીયાતમંદ દર્દીને ન્યુરોલોજીકલ ટેસ્ટ સિવિલ હોસ્પિટલમાં થઈ શકશે. જેમાં ઈએમજી ઈલેકટ્રો માયોગ્રાફી, એનસીવી નર્વકન્ડકશન વેલોસીટી, ઈઈજી ઈલેકટ્રોએન્સેફેલોગ્રામ, એઈપી/ બેરા - ઓડીટરી ઈવોકડ પોટેન્શીયલ, વીઈપી - વિશ્યુલ ઈવોકડ પોટેન્શીયલ, સ્લીપ સ્ટડી  જેવી તપાસ થઈ શકશે. વિશાલ ન્યુરોડાયગ્નોસ્ટીક સેન્ટરની ટીમ તેમજ માનવતાસભર સ્ટાફની ઉપસ્થિતિ રહેશે.

ગુજરાતમાં સૌપ્રથમ વખત રાજકોટ ખાતે પીડીયુ હોસ્પિટલ ખાતે શરૂ થઈ  છે ત્યારે ગરીબ દર્દીઓ માટે આર્શીવાદરૂપ બની રહેશે.

વિશાલ ડાયગ્નોસ્ટીક સેન્ટરમાં  જાણીતા મહિલા અગ્રણી શ્રીમતી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મેયર બીનાબેન આચાર્ય, ડો. મનીષભાઈ મહેતા, ડો. વિરલ બલદાણીયા, જીતુભાઈ મહેતા, ડો.પ્રકાશ મોઢા, શ્રી શાંતિભાઈ સોલંકી, શ્રી નરેન્દ્રભાઈ જાખોત્રા સહિતના ઉપસ્થિત રહેલ.(૩૭.૧૨)

 

(4:08 pm IST)