Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

રાજકોટ દોડયુઃ રન ફોર યુનિટીમાં હજારો લોકો જોડાયા

પોલીસ બેન્ડ-ઘોડેશ્વર પોલીસ સહિત ૧ર ટુકડીઓની માચ ર્પાસ્ટઃ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા ખાતેથી શહેરીજનોએ એકતાની દોડ લગાવી

રાજકોટ, તા. ૩૧: આજે ઓકટોબરનાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિએ દેશમાં ''એકતા દિવસ'' ઉજવાવમાં આવ્યો છે ત્યારે રાજકોટમાં મ્યુ. કોર્પોેરશન અને પોલીસનાં સંયુકત ઉપક્રમે રાજયની મોટામાં મોટી ''રન ફોર યુનિટી'' દોડનું રેસકોર્ષ રીંગ રોડ પર આયોજન કરાયું છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ આજે તા.૩૧ ઓકટોબરના રોજ   સરદાર વલ્લભભાઇ પટેલની  જન્મ જયંતિ નિમિતે ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડીયા ગામ નજીક સાધુ બેટ ખાતે  એકતા અને અખંડિતતાનો સંદેશ આપતી ભારતના પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી,    સરદાર વલ્લભભાઇ પટેલની  ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિ નું  વડાપ્રધાન  દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ છે. આ  અવસરે દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ મહત્ત્।મ પ્રસરે અને નાગરિકોમાં આ ભાવના વધુ ને વધુ પ્રબળ બને એવા શુભ આશયથી કેન્દ્ર સરકાર  દ્વારા તા.૩૧ ઓકટોબરના દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. આ ઉપરાંતરાષ્ટ્રીય એકતા દિવસઆ વધુ પ્રભાવીરીતે લોકહૃદયમાં સ્થાન પામે તે માટે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રન ફોર યુનિટી  કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશરે

આજે યોજાયેલ રન ફોર યુનિટીમાં આશરે ૩૦,૦૦૦ જેટલા દોડવીરો ભાગ લેશે. જેમાં દિવ્યાંગ ભાઈ-બહેનો, સાધુ-સંતોનો પણ સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં વિવિધ એન.જી.ઓ પણ જોડાશે. આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ પણ પોતાનું યોગદાન આપનાર છે. શહેરીજનો, રમતગમત સાથે સંકળાયેલ સંસ્થાઓ, રમતવીરો  તથા શાળા કોલેજના વિધાર્થીઓ વિગેરે ભાગ લેનાર છે. રન ફોર યુનિટિ અંર્તગત યોજાનાર દોડનો રૂટ સરદાર પટેલ સ્ટેચ્યુ, બહુમાળી ભવન ખાતેથી શરૂ કરી રેસકોર્ષ રીંગ રોડ ફરતે રહેશે. તેમજ આ કાર્યક્રમમાં પોલીસ બેન્ડ દ્વારા પર્ફોમન્સ આપવામાં આવ્યુ હતુ.

ઙ્ગ  આ અવસરે રાજકોટ શહેર પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા રેસકોર્સ રિંગ રોડ પર ભવ્ય માર્ચ પોસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. સાથોસાથ આ રન ફોર યુનિટીમાં સામેલ થનાર દરેક વર્ગના નાગરિકો અને વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસનાં ખાસ શપથ પણ લેવામાં આવશે. આ તકે શહેરની તમામ ખાનગી સંસ્થાઓમાં પણ તમામ કર્મચારી ભાઈ-બહેનોને આ શપથ લેવડાવવામાં આવ્યા હતા.(૨૮.૧)

(4:06 pm IST)