Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

'ગોપાલ દહીં': રાજકોટ ડેરીનું નઝરાણુ ચેરમેન ગોવિંદભાઇના હસ્તે પ્રસ્તુત

૪ પ્રકારના પાઉચમાં ઉપલબ્ધ : દિવાળી પછી કપમાં પણ મળશે

રાજકોટ, તા. ૩૧ : જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. મારફત રાજકોટ તેમજ અન્ય શહેર તથા ગામડા માટે શુદ્ધ, તાજુ, સાત્વીક, નિયમિત 'અમૂલ દૂધ'- 'ગોપાલ છાશ'-'ગોપાલ ઘી' પુરૂ પાડીને ગ્રાહકોની જરૂરીયાત મુજબ પુરૂ પાડે છે. ઉચ્ચ ગુણવતાવાળુ 'ગોપાલ દહીં' ની માંગને સંતોષવા અને રાજકોટ ડેરી સાથે વર્ષોથી જોડાયેલ લાગણીઓને સંતોષવા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ તા. ૩૧/૧૦/૧૮ સવારથી 'ગોપાલ દહીં' નું લોન્ચીંગ રાજકોટ દૂઘ સંઘના અધ્યક્ષ ગોવિંદભાઇ રાણપરીયાના હસ્તે કરવામાં આવેલ છે.  આ પ્રસંગે સંઘના નિયામક મંડળના સભ્યો, ઇન્ચાર્જ મેનેજીંગ ડિરેકટર એલ.એ. ડેવિડસન મેનેજર પ્લાન્ટ બી.બી. ઓઝા, એમ.બી. બાંભરોલિયા, મેનેજર કયુસી, આર.એચ. સાંગાણી, સંદીપ હિરપરા, ડેપ્યુટી મેનેજર (માર્કેટીંગ) મનીષ ભાલાળા તથા તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.

 

'ગોપાલ દહીં'નું વેંચાણ અલગ અલગ ૪ પ્રકારના પાઉચ પેકમાં કરવાનું પ્રથમ તબક્કામાં કરેલ છે. જેમાં ર૦૦ ગ્રામ, ૪૦૦ ગ્રામ, ૧ કિલો તેમજ પ કિલોના પેકીંગમાં ઉપલબ્ધ થશે. દિવાળી બાદ 'ગોપાલ દહીં' કપ પેકીંગમાં પણ ઉપલબ્ધ થશે.

'ગોપાલ દહીં' રાજકોટ તથા અન્ય શહેરના અમારા પાર્લર, સેન્ટરો, રીટેઇલર્સ પાસે ર૪ કલાક ઉપલબ્ધ રહેશે. રાજકોટ શહેરના માનવંતા ગ્રાહકોએ 'ગોપાલ દહીં'નો સ્વાદ માણવા સંઘના વડા ગોવિંદભાઇ રાણપરીયાએ અપીલ કરી છે.

(11:42 am IST)