Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

હત્યાના ગુન્હામાં સંડોવાયેલ આરોપીની જામીન અરજી રદ્દ કરતી અદાલત

રાજકોટ, તા. ૩૧ : ભકિતનગર પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુન્હા રજી. નં.૭૩/૧૯ના હત્યાના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ઈસ્માઈલ ઉર્ફે પીન્ટુ શેખરભાઈ શેખ રહે. કેવડાવાડી લલુડી વોકળી હાલ સેન્ટ્રલ જેલ રાજકોટવાળાએ નામદાર અદાલતમાં ચાર્જશીટ બાદ જામીન ઉપર છુટવા જામીન અરજી કરેલ તેની સામે સરકાર તરફે સરકારી વકીલ મુકેશ પીપળીયા હાજર રહી રજૂઆત કરેલ કે આરોપી ઉપર હત્યાના ગુન્હાનો ગંભીર કેસ છે.

આરોપીએ મરણ જનાર રામક્રિપાલ વર્માને છરી લાગેલ હાલતમાં તેની રીક્ષામાં દવાખાને લઈ જવાને બદલે લોહીલુહાણ હાલતમાં તેની રીક્ષામાં જંગલેશ્વર વિસ્તારમાં ફેરવ્યે રાખી અને ત્યારબાદ તેને સ્મશાન પાસે બાકડા ઉપર સુવડાવી ફરાર થઈ ગયેલ છે અને આરોપી જાણતો હતો કે મરણ જનારને હોસ્પિટલે લઈ જાય તો તેનો જીવ બચી જાય તેમ છે તેમ છતા તે મરી જાય તેવા ઈરાદે તેને હોસ્પિટલે લઈ ગયેલ નથી તેમજ આરોપીની રીક્ષા લોહીથી ખરડાયેલ તેને સાફ કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરેલ છે. તેથી આરોપી સામે પ્રથમ દર્શનીય મજબૂત કેસ છે. તેથી તેને જામીન ઉપર છોડી શકાય નહિં તેવી રજૂઆત કરેલ જેને ગ્રાહ્ય રાખી નામદાર સેશન્સ જજ શ્રી એચ.એ. બ્રહ્મભટ્ટે જામીન અરજી રદ્દ કરેલ છે. આ કામમાં સરકાર તરફે એ.પી.પી.મુકેશ પીપળીયા રોકાયેલ હતા.

(3:48 pm IST)