Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

ખનીજ ચોરી કરી ખનીજ ખાતાના અધિકારીને ગાળો આપવાના ગુન્હામાં જામીન મંજૂર

રાજકોટ, તા. ૩૧ : બનાવની હકીકત એવી છે કે તા.૩-૬-૨૦૧૯ના રોજ ૯ વાગ્યાના અરસામાં ફરીયાદી સંજયકુમાર સુંદરજીભાઈ બારૈયા કે જેઓ ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતુ જીલ્લા કચેરી, રાજકોટમાં રોયલ્ટી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેના અધિકારીની સુચના મુજબ સાથી કર્મચારી સાથે ગમારા પેટ્રોલપંપે ૯ વાગ્યાની આસપાસ પહોંચતા ત્યા ૧૪ જેટલી ગાડીઓ રેતી ભરેલી હતી. જેથી તેના વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરતા એક ટ્રકવાળાએ તેને ભૂંડા બોલી ગાળો આપેલ અને રેતીનો ટ્રક ઠલવી જતો રહેલ અને તેની સાથે બીજા ટ્રકો પણ જતા રહેલ હતા. જેની ફરીયાદીએ વિડીયોગ્રાફી કરાવી હતી અને જે બનાવની ફરીયાદ થોરાળા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ૩૭૯, ૧૮૬, ૫૦૪ તથા માઈન્સ એન્ડ મીનરલ્સ એકટની કલમ ૪(૧) તથા ૪(૧)એ મુજબ નોંધાવેલ હતી.  આ બનાવમાં આરોપી જગદીશ ભીખુભાઈ ખાચરની થોરાળા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ જેથી તેમની જામીન અરજી કરતા જે જમીન અરજીમાં મુખ્યત્વે એવી દલીલ કરવામાં આવેલ કે માઈનસ એન્ડ મીનરલ્સ એકટ મુજબ એફઆઈઆર નોંધવાનો અધિકાર પોલીસને નથી. પરંતુ જેમાં જવાબદાર અધિકારી દ્વારા ડિસ્ટ્રીકટ કોર્ટમાં કમ્પલેઈન કરવી પડે જે દલીલને નામ એડી. સેશન્સ જજ શ્રી પી.એન. દવે ધ્યાને લઈને આરોપીની જામીન અરજી મંજૂર કરેલ છે.

આ જમીન અરજીમાં અરજદાર/ આરોપી જગદીશભાઈ ખાચર તરફે વકી શ્રી મુકુંદસિંહ વી. સરવૈયા, પ્રહલાદસિંહ બી. ઝાલા, રણજીતભાઈ પટગીર તથા શૈલેષ ગોસ્વામી રોકાયેલ હતા.

(3:48 pm IST)