Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

શાળા-કોલેજ-હોટલ-બિલ્ડીંગ સહિતના ૭રપ સ્થળોએ મચ્છરોના ઘરઃ ૧.ર૬ લાખનો દંડ

મચ્છર જન્ય રોગચાળો અટકાવવા મેલેરીયા વિભાગનું ચેકીંગઃ પીડી.એમ. કોલેજ, હુન્ડાઇ શો-રૂમ, સહિતના સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ ફટકારી વહીવટી ચાર્જ વસુલ્યો

રાજકોટ તા.૩૧: કોર્પોરેશનના મેલેરીયા વિભાગ દ્વારા શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અન્વયે શહેરના જુદા-જુદા વિસ્તારમાં બાંધકામ સાઇટ, શાળા કોલેજ, સંસ્થાઓ, હોટેલ, કોમ્પ્લેક્ષ, સેલર, મંદિરો વિગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ ચેકીંગ હાથ ધરવામાં આવેલ. ગત પખવાડીયા દરમ્યાન કુલ ૧૦૩૮ પ્રિમાઇસીસ તપાસવામાં આવેલ, જેમાં મચ્છરગ ઉત્પતિ જોવા મળતા નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ ૧૮ વોર્ડમાં કોર્મશીયલ તથા રહેણાંક વિસ્તારોમાં થઇ કુલ ૭૨૫ સ્થળોએ નોટીસ આપવામાં આવેલ છે તથા રૂ.૧,૨૫,૯૦૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.તેની કોર્પોરેશનની આરોગ્ય શાખાની સતાવાર યાદીમાં જણાવાયુ છે.

આ અંગે કોર્પોરેશનની આરોગ્ય શાખાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મેલેરીયા વિભાગ દ્વારા મચ્છર જન્ય રોગચાળો અટકાવવા ચેકીંગ ઝુબેશ હાથ ધરવામાં આવી હતી. આ ચેકીંગ દરમ્યાન હોટલ મહાશકિત-રાજ સિનોમાની બાજુમાં, ચોર રેસ્ટોરેન્ટ-સીરોમની કોમ્પ્લેક્ષ બાલાજી હનુમાન પાસે, નિસીતા એન્ટરપ્રાઇઝ-સોરોમની કોમ્પ્લેક્ષ બાલાજી હનુમાન પાસે, રાજયોગ ચેમ્બર્સ-સોરોમની કોમ્પ્લેક્ષની બાજુમાં બાલાજી, રાજયોગ ચેમ્બર્સ-સોરોમની કોમ્પ્લેક્ષની બાજુમાં બાલાજી હનુમાન પાસે (બાંધકામ સાઇટ), શ્રીરાજ ટોકીઝ-માલવીયા શેરી, હેકમ હાઉસ-શ્રીરાજ ટોકીઝ વાળી શેરી, હેકમ હાઉસ-શ્રી રાજ ટોકીઝ વાળી શેરી, જસાણી સ્કૂલ-ગોંડલ રોડ, પી.ડી.એમ.કોલેજ-ગોંડલ રોડ, પ્રાઇડ સ્કવેર-રોયલ પાર્ક (બાંધકામ સાઇટ), માં આષીશ કોર્નર-દોશી હોસ્પિટલ મે રોડ (સેલર), સનસીટી ટીટેનિયમ-રામેશ્વર પાર્ક મે.રોડ (બાધકામ સાઇટ), શીલ્પન આઇકોન-પાટીદાર ચોક, નંદ હાઇટ-પાટીદાર ચોક, જયરામ પાર્ક (બાંધકામ સાઇટ), પટેલ વિહાર-મારૂતિનગર મે.રોડ સંજય મેડીકલ એજન્સી-પંચનાથ પ્લોટ, અભિરામ પાર્ક, મોરબી રોડ (બાંધકામ સાઇટ), મધુવન સોસા.મેઇન રોડ (બાંધકામ સાઇટ) સારંગ કન્ટ્રકશન-મવડી મે.રોડ, પલ પ્લાઝા-૧૫૦ ફુટ રીંગરોડ, હુન્ડાઇ શો રૂમ-ગોંડલ રોડ, શિવ શકિત ઇન્ડ.-મણિનગર, શિવ સાગર વોટર સપ્લાય-ખોડિયારનગર, બાલાજી ટ્રડર્સ-બાપુનગર, ગણેશ એન્ટરપ્રાઇઝ, જંકશન પ્લોટ-૭, સરદારનગર બાંધકામ સાઇટ, ભાવનગર રોડ પરની ઇન્ડસ્ટ્રી, સિલ્પન ઓનેક્ષી-નવો ૧૫૦ ફુટ રીંગ રોડ, ભરતભાઇ ટાયરવાળા-ગણેશનગર, ભાવેશભાઇ ટાયરવાળા-ગણેશનગર, તુષારભાઇ ટાયરવાળા-ગણેશનગર સહિતના ૭૨૫ના સ્થળોએ મચ્છર ઉત્પતિ જોવા મળતા નોટીસ ફટકારી ૧.૨૬ લાખનો દંડ વસુલવામાં આવ્યો છે.

આ કામગીરી માન. મ્યુનિ. કમિ. બંછાનીધી પાનીની સુચના અનુસાર ઇર્ચા. આરોગ્ય અધિકારી ડો. મનિષ ચુનારા, નાયબ આરોગ્ય અધિકારી ડો. હિરેન વિસાણી તથા બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ તથા  ઇસ્ટ ઝોન મેલેરિયા ઇન્સ્પેકટર શ્રી દિલીપદાન નાઘુ, વેસ્ટ ઝોન મેલેરીયા ઇન્સ્પેકટર બી. વી. વ્યાસ, સેન્ટ્રલ ઝોન મેલેરીયા ઇન્સ્પેકટર પીનાકીન પરમાર તથા સુપીરીયર ફિલ્ડ વર્કર, ફિલ્ડ વર્કરો દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી.

મુખ્યત્વે લોકોના ઘરની અંદર તથા જુદી જુદી પ્રિમાઇસીસમાં રાખવામાં આવેલ અથવા તો પડી રહેલ ભંગાર, પાણી ભરાય તેવા ડબ્બા-ડુબ્લી, ડીસ્પોઝેબલ કપ, ડીસ, માટલા, ટાયર કે અન્ય કોઇપણ એવી વસ્તુ કે જેમાં વરસાદી પાણી જમા થાય છે તેવા સ્થળોએથી એડીસ મચ્છરના પોરા મળી આવે છે. આ ઉપરાંત પક્ષીકુંજ, છોડના કુંડામાં વધારાનું ભરાઇ રહેતુ પાણી, સીડી નીચેના ટાંકા, બેરલ વગેરે પાણી સંગ્રહ કરેલ ખુલ્લા પાત્રોમાં પોરા મળી આવે છે. અગાસીમાં તથા છજજામાં ભરાઇ રહેતા વરસાદી પાણીમાં પોરા જોવા મળે છે.

ડેન્ગ્યુ ફેલાવતા એડીસ મચ્છરની ઉત્પતી ઘરની અંદર માનવસર્જિત પાત્રોમાં જ થાય છે. આથી લોકો થોડી સાવધાની રાખે તથા પોતાના ઘર તથા કાર્ય સ્થળે મચ્છરનો પોરા થતા અટકાવે તથા ડેન્ગ્યુ રોગ નિયંત્રણની મહાનગર પાલિકાના પ્રયાસોમાં સહકાર આપે તેવી શહેરીજનોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

(4:44 pm IST)