Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

કોઠારીયા રોડ પર ૩૩ સ્થળોએથી છાપરા-ઓટા-કેબીન સહિતના દબાણો હટાવાયા

રાજકોટ :.. શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કીંગની સમસ્યા હલ કરવા  કોર્પોરેશન  દ્વારા રજૂ કરાયેલ એકશન પ્લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ શહેરના સેન્ટ્રલ ઝોન તથા ઇસ્ટ ઝોન વિસ્તારના કોઠારીયા રોડ પર રણુજા મંદિરથી હુડકો કોલોની સુધી વન ડે વન રોડ અંતર્ગત પાર્કીંગ તથા માજીનમાં થયેલ ૩૩ સ્થળેએથી ઓટા, છાપરના દબાણો ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જેમાં કિશાન એગ્રો., જલમાઇ અનાજ, શિવમ, શિવમ એજન્સી, ઓમ મેડીકલ, ભવાની સેલ્સ, રાજ સેલ્સ, દેવ એન્ટરપ્રાઇઝ, કૈલાશ ટ્રેડીંગ, ગેરેજ, હનીવેલ એન્જીનીયરીંગ, કોલેજીયન પાવર લોન્ડ્રી, જીઓ ડીજીટલ લાઇફ, ચાઇનીસ પંજાબી, ભંગારનો ડેલો, જય ખોડીયાર હોટલ, બંસી ડીલકસ, કનૈયા ગ્રુપ, શ્રી મોમાઇ, શુભ રેસ્ટોરન્ટ, શ્રી હરી રેસ્ટોરેન્ટ, રાધે પાટીસ, ડીલકસ, શિવમ ઓટો, બજરંગ હોટલ, મહારાજા મોબાઇલ, ડીલકસ, ઇશીકા મોબાઇલ પાસે, બોમ્બે વડાપાઉં, મહાકાલી વસાણ, નેન્સી બેકરી, વંદના સ્ટોર્સ, કાજલ સ્ટુડીઓ સહિતના ૩૩ જગ્યાએથી છાપરા-ઓટા, કેબીનના દબાણો દુર કરી પાર્કીંગ માર્જીગની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.  આ કામગીરીમાં ડેપ્યુટી કમિશ્નર (ઇસ્ટ ઝોન) ચેતન ગણાત્રા તથા ટાઉન પ્લાનીંગ શાખાના આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર પી. ડી. અઢીયા, એ. જે. પરસાણા, આર. એન. મકવાણા, તથા આઇ. યુ. વસાવા, તથા અન્ય વેસ્ટ ઝોન તથા સેન્ટ્રલ ઝોનનો તમામ ટી. પી. સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત સ્થળ પર દબાણ હટાવ શાખાના બી. બી. જાડેજા તથા તેમનો સ્ટાફ તથા રોશની શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી  તથા તેમનો સ્ટાફ હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારીશ્રી ચુડાસમા તથા તેમનો તમામ સ્ટાફ તથા ટ્રાફીક શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

(4:10 pm IST)