Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

રૂખડીયાપરામાં યુનુસને ઇનિયાએ કપાળ-હાથ અને પેટમાં છરી ઝીંકી

જુના મનદુઃખનો ખાર રાખી હુમલો કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૩૧: રૂખડીયા કોલોનીમાં હાજીપીરની દરગાહ પાસે કેજીએન પાન નજીક રહેતો યુનુસ રફિકભાઇ સિપાહી (ઉ.૩૦) સાંજે આઠેક વાગ્યે રૂખડીયાપરામાં ખોડિયાર માતાજીના મંદિર પાસે હતો ત્યારે  યુનુસ ઉર્ફ ઇનિયો નામના શખ્સે ઝઘડો કરી છરીથી હુમલો કરી કપાળ, જમણા હાથ અને પેટના ભાગે ઇજા કરી તેમજ ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પ્ર.નગરના એએસઆઇ ટી.આર. બુહાએ યુનુસની ફરિયાદ પરથી ઇનિયા સામે ગુનો નોંધ્યો છે. અગાઉ બંને વચ્ચે ઝઘડો થયો હોઇ તેનો ખાર રાખી આ હુમલો કરાયાનું બહાર આવ્યું હતું.

(4:03 pm IST)