Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ગુજરાત ઇન્ડ. કો.ઓ. બેન્કના ડીપોઝીટરોના પ્રશ્ને ગૃહમંત્રીને રજુઆત

રાજકોટ : ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે ગુજરાત ઇન્ડ. કો.ઓ. બેન્કના ડીપોઝીટરોના પ્રશ્ન અંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ સમક્ષ રજુઆત કરી હતી. જેમાં જણાવ્યુ હતુ કે  ગુજરાત ઇન્ડ. બેંક ફડચામાં જતા અનેક લોકોના નાણા ફસાયેલા છે. ફડચામાં ગયેલ સંસ્થા પાસે ઘણી મિલ્કતો છે અને ડીપોઝીટરો પાસેથી પણ નાણા વસુલી શકાય તેમ છે. આ રકમ વસુલીને તેમજ બેંક પાસે જે રકમ પડેલ હોય તે પણ ઘણી મોટી છે. ત્યારે આ રીતે જેટલા લોકોના નાણા ચુકવાય તેમ હોય તેમને નાણા ચુકવીને ડીપોઝીટરોનો પ્રશ્ન હલ કરવો જોઇએ. પ્રત્યુતરમાં અમિતભાઇએ આ રીપોર્ટ ઉપર મોકલીને જે રીતે રસ્તો નીકળશે તે રીતે કરી આપવા ખાત્રી ઉચ્ચારી હતી.

(3:26 pm IST)