Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

GST : રાજકોટ ડીવીઝનના આસિ. કમિશનર સુજીત ગઢવીની બદલીઃ બહારથી અન્ય પ આસી. કમીશનરોની નિમણુંક કરાઇ...

રાજકોટ તા. ૩૧ :.. વેટ ડીપાર્ટમેન્ટે બદલીના ઘાણવામાં રાજકોટ ડીવીઝનના પણ અધિકારીઓ બદલાવ્યા છે, આ તમામ આસી. કમિશનર હોવાનું સુત્રોએ કહયું હતું. જેમાં રાજકોટના આસી. કમિશનર શ્રી સુજીત ગઢવીને ભાવનગર એન્ફોર્સમેન્ટમાં મુકવામાં આવ્યા છે. તો રાજકોટમાં વડોદરાથી એ. બી. વસાવા આવી રહ્યા છે. આ ઉપરાંત સુરતના હાર્દિક દરજીને ગોંડલ, બ્રીજેશ ઉપાધ્યાયને મોરબીમાં, એકતા આઝાદીયાને મોરબીમાં, તથા પાટણના શ્રી બારોટને સુરેન્દ્રનગર મુકવામાં આવ્યાનું સાધનોએ કહયું હતું. આ ઉપરાંત ખંભાળીયા સહિત અન્ય બે આસી. કમિશનરો પણ બદલાયા હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે.

(3:24 pm IST)