Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

રાજકોટ જિલ્લાના ૫૦ ગામો પ્રથમ ડોઝના ૧૦૦ ટકા રસીકરણ તરફ

લોધિકાના પીપળીયા અને જશવંતપુરમાં પહેલના તબક્કાનું ૧૦૦ ટકા રસીકરણ : ડી.ડી.ઓ. દેવ ચૌધરીનું માર્ગદર્શન

રાજકોટ,તા.૩૧ : જિલ પંચાયત દ્વારા જિલ્લાના ગ્રામ્ય અને નગર વિસ્તારોમાં કોરોના રસીકરણ કાર્યક્રમ ગતિથી ચાલી રહ્યો છે. સરકારની ગાઇડલાઇન અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ ચાલે છે.

લોધિકા તાલુકાના પીપળીયા પાળ અને જશવંતપુર ગામમાં બે દિવસ પહેલા જ ૧૮ વર્ષેથી વધુ વયના તમામ લોકોને રસીનો પહેલો ડોઝ અપાઇ ગયો છે. પ્રથમ તબક્કામાં રસીકરણની ૧૦૦ ટકા સિધ્ધીમાં આ બન્ને ગામ સમગ્ર જિલ્લામાં મોખરે રહ્યા છે. અન્ય ૪૫ થી ૫૦ જેટલા ગામોમાં પહેલા ડોઝનું ૯૫ ટકા જેટલુ કાર્ય પૂર્ણ થઇ ગયું છે. આ ગામોમાં ગણતરીના દિવસોમાં જ પ્રથમ ડોઝની ૧૦૦ ટકા સિધ્ધી મેળવવાની તૈયારીમાં છે. જિલ્લામાં બીજા ડોઝની કામગીરી પણ ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અત્યાર સુધીમાં ૫,૭૯,૭૨૯ લોકોના કોરોન ટેસ્ટ કરવામાં આવેલ. જેમાંથી ૧૪,૯૦૪ પોઝીટીવ માલુમ પડેલ. હાલ એકટીવ કેસ માત્ર ૩ જ છે. ત્રણેય હોમ આઇસોલેશનમાં છે.

(1:06 pm IST)