Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

રાજકોટ પોલીસની 'સુરક્ષિતા' એપને દિલ્હી ખાતે ૫૦૦થી વધુ સ્પર્ધકો વચ્ચે એવોર્ડ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસના વડા શિવાનંદ ઝા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા સાયબર ક્રાઇમ એસીપી પલાસણા, દુર્ગાશકિત ટીમના એસીપી ગેડમ, મહિલા પીઆઇ એસ.આર. પટેલ, પીએસઆઇ ભાવના કડચા, એચ. બી. ગઢવી અને સમગ્ર ટીમ તથા એપ્લિકેશનના રચયીતા પાર્થ દેવરીયાને અભિનંદન પાઠવ્યા : સુરક્ષિતા એપ્લીકેશનના માધ્યમથી ૩૮૧૮ કોલ થયા, જેનું સ્થળ પર જઇ નિરાકરણ કરવામાં આવ્યું છે : મહિલાઓને સુરક્ષા માટે વધુને વધુ સુરક્ષિતા એપ ડાઉનલોડ કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો અનુરોધ

રાજકોટ શહેર પોલીસ જે મહિલા ઓની સુરક્ષા માટે હમેશ માટે તત્પર રહેલ છે જેથીરાજકોટ શહેર ની મહિલાઓ જે પોલીસ ની મદદ સહેલાયથી મેળવી શકે તેમજ તેઓને સુરક્ષા પ્રદાન થાય તેવા હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ દ્વારા રાજકોટ શહે ના મહિલાઓ સુરક્ષીત રહે તે માટે 'સુરક્ષિતા એપ' બનાવવામા આવેલ જેનુ ડિસેમ્બર ૨૦૧૯માં શ્રીમતી અંજલીબેન રૂપાણી, મેયર શ્રી બેનાબેન આચાર્ય, પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જે.સી.પી. ખુરશીદ અહેમદના હસ્તે 'સુરક્ષિતા એપ' લોન્ચ કરવામાં આવેલ જે મહિલાઓ માટેની 'સુરક્ષિતા એપ'ને દિલ્હી ખાતે સમગ્ર ભારતના ૫૦૦ પ્રતિસ્પર્ધીઓ વચ્ચે નિર્ભયા દિવસના રોજ સિલ્વર એવોર્ડની એનાયત કરવાની જાહેરાત કરી જે બાબતે ગુજરાત રાજય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી , ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, પોલીસના વડા શ્રી શિવાનંદ ઝા, પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ , સયુંકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા સમગ્ર રાજકોટના પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવેલ છે.

૧૬ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ રાજકોટ ખાતે લોન્ચ થયેલ સુરક્ષિત એપને રાષ્ટ્રીય એવોર્ડ મળતા પોલીસબેડામાં આનંદની લાગણી પ્રસરી છે. રાજકોટ શહેર ના ૧.૧.૧. ટેકનોક્રેટ પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટની આંતરરાષ્ટ્રીય સ્તરની આઇઆઇટી કંપની પુજનસોફટ સોજન્યથી તૈયાર કરવામાં આવેલ 'સુરક્ષિતા' એપ્લિકેશનની વિશેષતા છે કે આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવામાં આવે જેથી પોલીસ વિભાગનો એક નંબર તથા વપરાશકર્તા પરિવારનો એક નંબર કનેકટ થઈ જાય છે જેમાં સંપૂર્ણ ડેટા આવરી લેવામાં આવ્યો છે. આ એપ્લિકેશનમાં ફોટો, ફીચર્સ, રાજકોટની ૩૦ હજારથી વધુ રીક્ષાઓમાં ડેટા ફિડ કરવામાં આવ્યો છે આ એપ્લિકેશનમાં કોઈપણ મહિલા ડાઉનલોડ કરે તેને એક લાલ બટનનું ફીચર્સ ડિસપ્લે થાય છે તેમને માત્ર મહિલા સંબંધી કોઈપણ ગુનાઓ માટે પોલીસને ફોન કરવાની જરૂરત રહેતી નથી. તેમને માત્ર લાલ બટન દબાવવાથી તેમનો નંબર અને મેસેજ પોલીસ તેમજ તેમના પરિવારને સેકન્ડોમાં પહોંચી જાય છે આ એપ્લિકેશન દ્વારા વપરાશકર્તાનું લાઈવ લોકેશન પણ ડીસપ્લે થાય છે જેને લઈને પોલીસ કન્ટ્રોલરૂમમાંથી સીધો જ ફોન વપરાશકર્તાને આવે છે જેથી મહિલાઓ આ એપ્લિકેશન દ્વારા નિર્ભય રીતે હરીફરી શકે છે અને મહિલાઓ સંબંધી ગુનાઓ અટકાવી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાઓની સુરક્ષા માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સતત ચિંતિત હોય છે આવા સંજોગોમાં મહિલાઓની સુરક્ષા આપવા કટિબદ્ઘ રાજકોટ શહેર પોલીસ દ્વારા  દુર્ગા શકિત નામની જાંબાઝ મહિલા પી.એસ.આઈ તથા પોલીસ કોન્સ્ટેબલની ચુનીંદા ટીમો બનાવેલ છે તે ટીમ ગમે-તે પરિસ્થિતિમાં ગુન્હેગારોને મહાત કરવામાં સક્ષમ છે અત્યાર સુધી મહિલાઓ સબંધિત ગુનાઓ સંદર્ભે જણાવતા આનંદની લાગણી થાય છે કે આ સુરક્ષિતા એપ્લીકેશનના માધ્યમથી ૩૮૧૮ કોલ થયેલ છે જેનુ સ્થળ પર જઇ નિરાકરણ કરવામાં આવ્યુ છે મહિલાઓ સબંધિત ગુનાઓમાં સુરક્ષિતા એપ માધ્યમથી આશરે ૨૭.૬૫ જેવો ઘટાડો નોંધાયો છે જેમા સને ૨૦૧૯ મા જુન-૨૦૧૯ સુધીમા મહિલા સંબંધી કૂલ ૯૪ ગુનાઓ બનવા પામેલ તેમજ સને ૨૦૨૦ મા જુન-૨૦૨૦ સુધીમા મહિલા સંબંધી કૂલ ૬૮ ગુનાઓ બનવા પામેલ છે જેમા કૂલ ૨૬ ગુનાઓનો ઘટાડો થયેલ છે જે ખરેખર સરાહનીય છે તેમજ દુર્ગાશકિત ટીમના વીરાંગનાઓ દ્વારા લોકડાઉન વખતે પણ રાજકોટ શહેર ની જાહેર જનતાને જાગૃત કરવા માટે વિડીયો બનાવી કોરોના વાયરસ અંગેજાગૃતતા ફેલાવી માનવ સેવા આપી ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ છે.

દુર્ગાશકિત ટીમ દ્વારા મહિલા સુરક્ષા સાથોસાથ સામાજીક કાર્યો પણ કરવામા આવી રહેલ છે જેમા લોકડાઉન સમયે દુર્ગાશકિત ટીમ દ્વારા વૃધ્ધાશ્રમ ખાતે જઇ વૃધ્ધ વડોલોની કાળજી રાખવા તેઓના નખ સાફ કરવા, હેર કટીંગ વિગેરે તેમના શરીરની સ્વચ્છતા કરવામા આવેલ તેમજ દુર્ગાશકિત ટીમ દ્વારા રાજકોટ શહેર ખાતે આવેલ જનાના હોસ્પિટલ ખાતે જઇ જયા પ્રસુતી માટે આવેલ મહિલાઓ ને પોષ્ટીક આહાર મળી રહે તે માટે સુખડી નુ વીતરણ કરી ઉમદા કામગીરી કરવામા આવેલ છે.

આ એપ્લિકેશનની માહિતી દિલ્હી સુધી પહોંચતા સને ૨૦૦૩ થી કાર્યરત દિલ્હી ધ્યાને લઇ સગીરા સુરક્ષીત રીતે તેના વાલીને પરત મળી જાય તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા રાજકોટ શહેરના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ સહીતનાઓએ અથાગ પ્રયાસો કરી સગીરાને શોધી કાઢી તેના વાલીને સુરક્ષીત સોંપી આપી તેમજ અજાણ્યા આરોપીની પણ તપાસ કરી ગણતરીના કલાકોમાં આરોપી બાબુભાઇ દેવાભાઇ બાંભવાને પકડો પાડવામા આવેલ હતો.

એ જ રીતે રાજકોટ શહેર થોરાળા પો.સ્ટે. વિસ્તારમા સગીર વયની દીકરીને અજાણ્યો ઇસમ ઉઠાવી ગયેલ અને સગીરા સાથે દુષ્કર્મ આચરેલ નો ધૃણાસ્પદ બનાવ બનવા પામેલ જેમા પણ ગણતરીની કલાકોમા આરોપી હરદેવ મશરૂભાઇ માંગરોળીયાને પકડી પાડવામા આવેલ જે આરોપીઓ હાલ જેલમા છે અને જેઓને ન્યાયીક પ્રક્રીયા અંતે કડકમા કડક સજા થાય તેવા તમામ પ્રયાસો કરવામા આવેલ છે બન્ને કેસોમા ભોગબનનાર દિકરીઓને આર્થીક વળતર તથા દીકરીઓ માનસીક આઘાતમાથી બહાર લાવવા તજવીજ કરી હતી. આમ રાજકોટ શહેર પોલીસ મહિલા સંબંધી ગુન્ફાઓ અટકાવવા માટે તત્પર છે તે જણાય આવે છે તેમજ ભવિષ્યમાં પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા મહિલા સંબંધી ગુન્ફાઓ અટકાવવા તમામ પ્રયાસો હાથ ધરવામા આવશે. તેમજ રાજકોટ શહેરમાં મહિલાઓ નિર્ભય પણે હરીફરી શકે તેવા તમામ પ્રયાસો હાથ ધરવામા આવશે.

રાજકોટ શહેરના તમામ મહિલાઓને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ  દ્વારા અપીલ કરવામા આવે છે કે હાલના હાઇટેક યુગમા રાજકોટ શહેર પોલીસ દ્વારા મહિલાઓ ના સુરક્ષા માટે સુરક્ષિતા એપ નો બનાવી લોન્ચીંગ કરવામા આવેલ છે જે એપ મોબાઇલ ફોનમા પ્લેટસ્ટોરમા જઇ જેમા સુરક્ષિતા નામથી સર્ચ કરતા સદરહુ એપ ઉપલબ્દ્ય છે જે ડાઉન લોડ કરી જેમા જરૂરી રજીસ્ટ્રેશન ખુબજ સહેલુ છે. આ એપનો વધુમાં વધુ ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.

(3:12 pm IST)