Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

ગૌ સેવા સંયોજક શંકરલાલજી સાથે ગોષ્ઠી

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ગૌ સેવા ગતિવિધિના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્ણકાલીન પ્રચારક શંકરલાલજી સાથે રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયાએ શુભેચ્છા મુલાકાત થકી ચર્ચા વિચારણા કરી હતી. ગૌરક્ષા, ગૌસંવર્ધન, ગૌ આધારીત કૃષિ અને ઉદ્યોગ જેવા વિષયો પર માહિતીનું આદાન પ્રદાન કરેલ. આ સમયે સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત સંચાલક મુકેશભાઇ મલકાણ, પ્રાંત પ્રચારક મહેશભાઇ જીવાણી, પ્રાંત કાર્યવાહક કિશોરભાઇ મુંગલપરા, પ્રાંત સેવા વિભાગના નરેન્દ્રભાઇ દવે, ગૌ સેવા પ્રમુખ મેઘજીભાઇ હીરાણી, રાજકોટ સંયોજક વિજયભાઇ રાબડીયા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

(3:05 pm IST)