Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

હાસ્ય કલાકાર સ્વ. કિરીટ વ્યાસની ૭મી પુણ્યતિથી

ભાવનગર,તા.૩૧ : રાજકોટના હાસ્યકલાકાર ગાયક અને લેખક કિરીટભાઇ બી. વ્યાસની આજે શુક્રવાર તા. ૩૧/૭/૨૦૨૦નાં ૭ મી પુણ્યતિથી છે.

કિરીટ વ્યાસ આ સીનીયર મોસ્ટ કલાકારે ઓરકેસ્ટ્રા સિંગર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી. કિરીટ વ્યાસે આખી જીંદગી કિશોરકુમારનાં ગીતો દિલથી ગાયા અને રાજેશ ખન્નાનાં વહેમમાં જીવ્યા. કિરીટ વ્યાસનો એકસ્ટ્રા ઓડીનરી ડ્રેસિંગ અને તેમની હેરસ્ટાઇલ રાજેશ ખન્ના જેવા હતાં એટ્લે જ તો સહુ વ્હાલથી 'કાકા' કહેતાં.

એક વાર રાજકોટમાં કિરીટ વ્યાસનો કાર્યક્રમ ચાલે અમે રાજકોટવાસી, જેની શેરીમાં છોકરા હોય ઠાંસી ઠાંસી આ ગીત રાજકોટ માટે તેમણે જ લખેલું.  રાજકોટ નાં કલા પ્રેમીઓ એ બે વાર ' વન્સ મોર'  કરીને આ ગીત ગવડાવ્યુ. સાહેબ એ ચાહકોનું માન રાખીને ગાયું પણ ખરૂ પણ જયારે ત્રીજી વાર 'વન્સ મોર' થયું ત્યારે કાર્યક્રમની પૂર્ણાહુતિ થવાની હતી. અને કિરીટ વ્યાસે પબ્લિક સામે હાથ જોડ્યા કે મને હવે ઘેર જાવા દો. ત્રણ કલાક પહેલાં  મારાં પિતા કવિ શ્રી બાલાશંકર શિવશંકર વ્યાસનુ ઘેેર અવસાન થયું છે. આ સાંભળી ઓડિયન્સ ઉભું થઈ ગયું.  શો મસ્ટ ગો ઓન  આ સૂત્ર કિરીટ વ્યાસ એ જીવી બતાવ્યું. દરેક કલાકાર પ્રથમ તો એક માણસ હોવો જોઈએ અને કલાકારને ચાહકનું મુલ્ય ઓછું ન આંકે એવું હંમેશ કિરીટ વ્યાસ અનુસરતા.

 ભાવનગર અને કિરીટભાઈ વ્યાસ અને ભાવેંણા સાથે તો અનેકાનેક વિધ-વિધક્ષેત્ર નાં કલાકારો ને નાતો અકબંધ રહ્યો છે. પરંતું કિરીટ વ્યાસનું સ્મરણ ભાવનગરવાસીએ સ્વપ્નેય વિસરી શકે એમ નથી. એમનાં  ભૂલિયે તમને વિગતે સ્મૃતિ વાગોળતા કિરીટભાઇ વ્યાસનાં બાલગોઠિયામિત્ર ભાવનગરનાં મનુભાઈ દિશ્રીત (ડીગાજી)અશ્રુભીના સ્વરે કહે છે કે મારા વેવાઈ ધનંજયભાઈ ભટ્ટ ની સુપુત્રી ચી.સચી નાં લગ્નની પૂર્વ સંધ્યાએ કિરીટ નો અંતિમ કાર્યક્રમ ભાવનગરનાં શિવ શકિત હોલ માં યોજાયેલ   સબસે ઉંચી પ્રેમસગાઈ  અને મિત્રતાનાં તાંતણે બીમાર હોવાં છતાં કાર્યક્રમ માં પેટ પકડીને હસાવ્યા.

  કિરીટભાઇ વ્યાસની ઓડિયો, વિડિઓ ,સી.ડી અને ત્રણ પુસ્તકો છે. આજે ૩૧ મી જુલાઈ અજરા અમર ગાયક મહમદ રફીકની પણ પુણ્યતિથિ છે. સ્મરણ કોઈ પણ વ્યકિત કે પ્રસંગ ને અમરત્વ બક્ષે છે. સ્મરણ એ જીવન સમાપ્તી પછીનું એવું જોડાણ છે. જે વ્યકિત ને નિરંતર જીવન રાખે છે.

(2:57 pm IST)