Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

આવ્યો શ્રાવણ માસ

શિવ એટલે કલ્યાણ સ્વરૂપ, શંભુ એટલે આનંદ સ્વરૂપ

ઓમ નમઃ શિવાય ના નાદથી ગુંજશે શિવ મંદિરો, શ્રાવણ માસનો ભકતો થશે શિવભકિતમાં લીન. જાણે સાક્ષાત આવ્યા ધરતી પર શિવજી. આ કોઇ ત્યોહાર નથી કોઇ ઉત્સવ નથી પણ છે માત્ર શિવભકિત અને આસ્થાનો અનેરો પર્વ કારણ આ છે શ્રાવણ માસ ઇતિહાસમાં અને પુરાણોમાં જોવામાં આવે તો આ પર્વની ઉજવણી અમૃતમંથન જયારે સર્જાયુ હતું ત્યારે તેમાંથી અનેક દ્રવ્યો બહાર આવ્યા હતા. સમગ્ર બ્રહ્માંડ જાણે તપી ગયું હોય તેવું લાગતું હતું ત્યારે આ દ્રવ્યોમાંનું એક દ્રવ્ય એ વિષ બહાર આવ્યું હતું ત્યારે મહાદેવ એ પણ આ ગરમી ન સહન કરી શકતા હોવાથી જયારે બ્રહ્માંડ જોયું ત્યારે તેઓ વિષ પોતાના કંઠમાં ઉતારી દીધું કારણ તેવો આ બ્રહ્માંડને બચાવવા માંગતા હતા અને સાક્ષાત દેવ હોવા છતાં તેઓએ આ ગરમી સહન કરી અને વિષ પોતાના ગળામાં ધારણ કરી લીધું. આ તપ જોતાં જ સમગ્ર દેવી દેવતાઓ પ્રસન્ન થયા અને ભગવાન શિવને રીઝવવા માટે તેના પર ગંગાઅભિષેક, રૂદ્રાભિષેક, અને જળાભિષેક કરવાનો પ્રારંભ કર્યો ત્યારથી થયો પ્રારંભ શ્રાવણ માસનો. એવું પણ માનવામાં આવે છે કે શ્રાવણ માસમાં પ્રકૃતિના દરેક તત્વો પોતાની પ્યાસ બુઝાવવા શ્રાવણ માસના વરસાદની રાહ જોવે છે. જેથી તે તેની તરસ છુપાવી શકે. આ માસના દરેક દિવસ એક નવી ઇચ્છાપૂર્તિનો જીવનમાં પ્રારંભ શિવભકિત વડે થાય છે. એવું પણ માનવામાં આવે છે કે આ માસની દરેક તીથી કોઇપણ રીતે કોઇપણ ઇશ્વરથી જોડાયેલ હોય છે. શ્રાવણ માસમાં દરેક ભકત ઉપવાસ અને ભકિતથી ભગવાન શિવને રીઝાવે છે અને તેની મનોકામના પુરી થાય એવી ભગવાન શિવને પ્રાર્થના કરે છે. દેવોના દેવ મહાદેવના અનેક નામ અને સ્વરૂપ છે. જે આ માસમાં પૂજાય છે. શિવ એટલે કલ્યાણ સ્વરૂપ, શંભુ એટલે આનંદ સ્વરૂપ, વિષ્ણું વલ્લભ એટલે વિષ્ણું ભગવાનના પ્રિય, ત્રિલોકેશ એટલે ત્રણેય લોકના સ્વામી, ગંગાધર એટલે જટામાં જે ગંગા ધારણ કરે, વિશ્વેશ્વર એટલે વિશ્વના ઇશ્વર અને મૃત્યુંજય એટલે મૃત્યુને પણ જીતવાવાળા ઇશ્વર. શ્રાવણમાસમાં ભકતોની બધી જ ઇચ્છાઓ પૂર્ણ ભગવાન શિવની આરાધનાથી થાય છે. એવું માનવામાં આવે છે. સાથે જ બાર જયોતિર્લિંગના દર્શન કરવાથી જીવનમાં મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તી થાય છે અને જીવનના દરેક સંકટ દુર થાય છે. જયોર્તિલિંગ એટલે જયા સ્વયંભૂ ભગવાન શિવ પ્રગટ થયા હોય તેનો સાક્ષાત્કાર દર્શન થાય. જયોર્તિલીંગના દર્શનથી ભકતોના બધા પાપ દુર થાય છે અને બધી કામનાઓ પૂર્ણ થાય છે. અને ભકતોના હૃદયમાં અને મનમાં માત્ર શિવભકિતનું નામ સ્મરણ થયા કરે છે.

સૌથી પ્રથમ જયોર્તિલીંગ છે સોમનાથનું જે ગુજરાતમાં આવેલું છે બીજુ મલ્લિકાર્જુનનુ઼ં છે જે આંધ્રપ્રદેશમાં આવેલ છે ત્રીજું મહાકાલેશ્વર છે જે મધ્યપ્રદેશમાં આવેલું છે ચોથુ ઓમકારેશ્વર છે. જે મધ્યપ્રદેશમાં આવેલું છે પાંચમું કેદારનાથ છે જે ઉતરાખંડમાં આવેલ છઠ્ઠું ભીમાશંકર છે જે મહારાષ્ટ્રમાં આવેલું છે. સાતમું કાશીવિશ્વનાથ છે જે ઉતરપ્રદેશમાં આવેલું છે. આઠમું ત્ર્યંબકેશ્વર છે જે ગુજરાતમાં આવેલું છે. દસમું બૈધ્યનાથ છે જે ઝારખંડમાં આવેલું છે અગિયારમું રામેશ્વર છે જે તમિલનાડુમાં આવેલું છે અને બારમું જયોર્તિલિંગ ગીરીશનેશ્વર જે મહારાષ્ટ્રમાં આવેલું છે. આથી જ શ્રાવણમાસમાં ભકતો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ બાર જયોર્તિલિંગના દર્શન જીવનમાં એકવાર થતા જીવન પાપ મુકત અને ધન્યતાની અનુભૂતિ ભકતો કરે છે. આથી શ્રાવણમાસમાં ભકતો ભગવાન શિવની આરાધના સાથે જળાભિષેક કરે છે અને પોતાના જીવનનું અમૃત મેળવી શકે છે સાથે જ મનોકામનાની પૂર્તિ થતી હોય તેવી ભકતો અંતર મનથી અનુભૂતિ કરે છે આથી શ્રાવણ માસ જીવનમાં એક અનેરો મહત્વ ધરાવે છે અને એ પણ શીખવે છે કે જો શિવએ પણ તપશ્ચર્યા કરવી પડે કરવી તો જીવનમાં મનુષ્યને પાપ રહીત રહેવું હોય તો ભકિત અને આસ્થાનો માર્ગ તપ થકી પ્રાપ્ત થાય અને ઇશ્વરનો સાક્ષાત્કાર જીવનમાં થાય છે.

શ્રી દેવ એસ. મહેતા મો. ૯૪૦૮૬ ૧૧૪૯૯

(4:16 pm IST)