Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

પ્રકુતિનો આનંદ માણોઃ પ્રકૃતિ પદયાત્રાનું આયોજન

નવરંગ નેચર કલબ દ્વારા દર વર્ષે થતી પ્રકૃતિ પદયાત્રાઃ પ્રકૃતિ પ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ  તા.૩૧, પ્રકૃતિનો પ્રત્યેક્ષ આનંદ માણવા  સૌરાષ્ટ્રની વિવિધ જગ્યાએથી એક જ સમયે પદયાત્રાનું આયોજન કરેલ છે, જેમાં પક્ષી દર્શન, વનસ્પતિ દર્શન, વન્યપ્રાણી અને વહેતા ઝરણાઓની વચ્ચે વિહરવું એ જીંદગીનો લ્હાવો  છે. ઓગષ્ટનો પહેલો રવિવાર વિશ્વ ભાઈચારા તરીકે ઉજવાય છે તેથી નવરંગ નેચર કલબ દર વર્ષે આ દિવસે કુદરત વચ્ચે જવાનો અને ધરતી માના ખોળામાં આળોટવાનો અમૂલ્ય લ્હાવો મળે તેવું આયોજન કરે છે. આ વર્ષે પણ આવું આયોજન થયેલ છે તેમાં પ્રકૃતિ પ્રેમીઓને   નિમંત્રણ અપાયું છે.

 આવી પદયાત્રાથી સ્વાસ્થ્યની ઉપાસના થશે અને વિહાર દ્વારા અવનવું શીખવાની જીજ્ઞાસાની પૂર્તી માટે તથા સમુહ ભાવનાની મીઠાશ માણવા અને આત્મવિશ્વાસને પ્રગટ કરવા માટે આ ખુબ જ જરૂરી છે. કુદરતનો નજારો માણવા દુર દુરના સ્થળોએ પરેશાન થતા પહોંચવાને બદલે આપના નજીકના વન વગડામાં આ અદભુત પ્રકૃતિની લીલાને માણવા અને શ્રાવણ માસમાં શિવ અને પ્રકૃતિ ને આત્મસાત કરવા માટે વન વગડામાં ફરવું ખુબ જ જરૂરી છે. વધુમાં વધુ લોકો ખાસ કરીને નાના બાળકો પ્રકૃતિમાં જતા થાય તેવા હેતુથી દરવર્ષે ઓગષ્ટ મહિનાના પહેલા રવિવારે આવું આયોજન થાય છે.

 જયાં આવુ આયોજન  નથી થઇ શકતુ તેવા પ્રકૃતિના નજીકના સ્થળોએ સ્વયંભુ પદયાત્રા  ગોઠવી શકાય છે. (૧) પોતાનું ટીફીન સાથે લાવવું.(૨) કિંમતી વસ્તુઓ સાથે ન લાવો તો સારૂ. (૩) પ્લાસ્ટીકની કોઈપણ વસ્તુ ન લાવવા વિનંતી. (૪) પદયાત્રા દરમ્યાન આપ જંગલમાંથી પ્લાસ્ટીક વિણવાનું ઉમદા કામ પણ કરી છે. ( ૫) શકય હોય ત્યાં સુધી  બુટ પહેરવાનો આગ્રહ રાખવો. ( ૬ ) પોતાના પુરતુ પીવાનું પાણી સાથે લાવશો.

 સ્થળ :  (૧) ઈશ્વરીયા મહાદેવ, રાજકોટ, હેમરાજભાઈ / મનવીરભાઈ, મો. ૯૮૯૮૦ ૦૩ ૬ ૪૪, (૨) ભવનાથ તળેટીથી દુધવન, જુનાગઢ, જનકભાઈ ઉચાટ, મો. ૯૭૨૭૧ ૯૫૯૫૯, (૩) ઓસમ પર્વત પાટણવાવ, હરીભાઈ સુવા, મો. ૯૮૨૫૫ ૧૬૩૮૦, (૪)  હોલ માતાજી મચ્છુ - ૧ ડેમ, ભરતભાઈ લોખિલ, મો. ૭૯૮૪૭ ૯૨૫૯૧, (૫) અનળગઢ, ગોંડલ, જયપાલસિંહ જાડેજા, મો. ૯૮૭૯૪ ૯૧૯૧૦, (૬) તપોવન-ધૂમલી (ભાણવડ), ભીમશીભાઈ કરમુર, મો. ૯૪૨૬૯ ૯૪૮૦૮, ( ૭ ) ઝરીયા મહાદેવ (ચોટીલા), રાજુભાઈ અડાલજા, મો. ૯૯૨૪૦ ૨૪ ૪૮૪, (૮) ઝમજીર ધોધ-જામવાડા (ગીર), સતીષભાઈ મકવાણા, મો. ૯૪૨૬૯ ૮૨૬ ૮૯, (૯) બાંડીયા બેલી (થાનગઢ), હેમંતભાઈ મકવાણા, મો. ૮૪૬૯૯ ૮૯૮૭૬, (૧૦) માળનાથ મહાદેવ થી ઘાવડી માતાજી (ભંડારીયા ભાવનગર) રાજુભાઈ માળી, મો. ૯૮૭૯૮ પ૮૬૭૩,  (૧૧) હિંગોળગઢ અભયારણ્ય, હિંમતભાઈ ગોહિલ, મો. ૭૯૮૪૭ ૪૫૦૩૫

વધુ વિગતો માટે શ્રી વી.ડી.બાલા (પ્રમુખ, નવરંગ નેચર કલબ-રાજકોટ મો.૯૪૨૭૫ ૬૩૮૯૮)નો સંપર્ક કરવો.

(3:26 pm IST)