Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

મિલ્કત વેરા વળતર યોજનાની મુદતમાં ૧ મહિનાનો વધારો

મ્યુનિ. કોર્પોરેશનની તીજોરીમાં ર.૧૧ લાખ કરદાતાઓએ તંત્રની તીજોરીમાં ૧૦૭ કરોડ ઠાલવ્યા : ૧૦ ટકા અને ૧પ ટકા વળતર ૩૧ ઓગસ્ટ સુધી તથા ૧૦ ટકા અને પ ટકા વળતર યોજના સપ્ટેમ્બર સુધી : ઔદ્યોગિક મિલ્કત વેરો ઘટાડવા કવાયતઃ ચેમ્બર ઓફ કોમર્સ તથા એન્જીનીયર્સ એસો. સાથે પદાધિકારીઓની મીટીંગ

રાજકોટ, તા. ૩૧ :  મ્યુ. કોર્પોેરશન દ્વારા ૧૦ અને ૧પ ટકા મિલ્કત વેરા વળતર યોજના ૩૧ ઓગસ્ટ એટલે કે ૧ મહિનો લંબાવવામાં આવી હોવાનું મેયર બિનાબેન આચાર્ય તથા સ્ટે. ચેરમેન ઉદયભાઇ કાનગડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. મ્યુનિ. કોર્પોરેશનની તિજોરીમાં આજદિન સુધીમાં ર.૧૧ લાખ કરદાતાઓએ ૧૦૭ કરોડ મિલ્કત વેરાના ઠાલવ્યા છે.

મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર એક સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરવર્ષે એડવાન્સ મિલકત વેરો ભરનાર મિલકત ધારકોને ૩૧ મે ૨૦૧૮ સુધી ૧૦્રુ તથા ૩૦ જુન ૨૦૧૮ સુધીમાં ભરનારને ૫્રુ ઉપરાંત મહિલા મિલકત ધારકને વિશેષ ૫્રુ વળતર આપવામાં આવે છે.

     ચાલુ વર્ષે શહેરમાં કાર્પેટ એરિયા બેઇઝ વેરા આકારણી લાગુ કરવામાં આવેલ હોવાથી કાર્પેટ એરિયા બેઈઝના કારણે દ્યણા મિલકત ધારકોને વાંધા અરજીઓ કરવા માટે સમય મળી રહે અને તેના નિકાલની કાર્યવાહી સમયસર થાય તે માટે ચાલુ વર્ષે એડવાન્સ ટેક્ષ ભરનાર મિલકત ધારકોને ૩૧ જુલાઈ ૨૦૧૮ સુધી ૧૦્રુ અને ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ સુધી ૫્રુ અને મહિલા મિલકત ધારકોને વિશેષ ૫્રુ વળતર આપવાનો નિર્ણય કરવામાં આવેલ. આ યોજના વિશેષ સમય માટે ચાલુ રાખવા તેમજ હજુ વાંધા અરજીઓનો નિકાલ કરવાનો બાકી રહી ગયેલ હોઈ શહેરના મિલકત ધારકોને વળતર યોજનાનો લાભ મળી રહે  તેવા આશયથી વિશેષ ૧ માસ એટલે કે ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ સુધી ૧૦્રુ અને ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં ટેક્ષ ભરનારને ૫્રુ તેમજ મહિલા મિલકત ધારકને તેમજ દિવ્યાંગોને વિશેષ ૫્રુ વળતર યોજના લંબાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

ર.૧૧ લાખ કરદાતાઓએ ૧૦૭ કરોડ ઠાલવ્યા

મ્યુનિ. કોર્પોેરશનની તીજોરીમાં તા. ૩૦ જુલાઇ સુધીમાં ૧૦૭ કરોડ જમા કરાવ્યા છે. જેમાં ૯૧,ર૩૩ કરદાતાઓએ ૪૬ લાખ, પ૭,૦પ૧ કરદાતાઓએ રપ.૮૬ લાખ ઓનલાઇન તથા ત્રણેય ઝોનનાં સીવીલ સેન્ટરમાં ૪ર લાખ ૩પ હજાર કરદાતાઓએ તથા અન્ય સહિત કુલ ર.૧૧ લાખ કરદાતાઓ દ્વારા ૧૦૭ કરોડની આવક થવા પામી છે.

ઔદ્યોગિક-કોર્મશીયલ  મિલ્કત ધારકોનો વેરો ઘટાડવા કવાયત

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષની કાર્પેટ એરીયા પધ્ધતિથી વેરા વસુલાત થઇ રહી છે. ત્યારે શહેરના ઔદ્યોગિક અને કોર્મશીયલ મિલ્કત ધારકો દ્વારા  મિલ્કત વેરો ખૂબ જ ઉચ્ચો આવતો હોય તે અંગે  રજૂઆતો કરવામાં આવી હતી. આ અંગે  સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડે જણાવ્યું હતું કે આજે સવારે ૧ર વાગ્યે મ્યુ. કોર્પોરેશનમાં ચેમ્બર ઓફ કોમર્સ અને એન્જીનીયરીંગ  એશોસીએશન હોદ્દેદારો સાથે મેયરની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઇ હતી. જેમાં ઇન્ડસ્ટ્રીયલ અને કોર્મશીયલ વેરા મિલ્કતના ભાવ સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવતી હતી. તેઓના વાંધા અરજી નિકાલ ઝડપી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.

(4:25 pm IST)