Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

વીજ કંપનીઓની વીજ-સહાયકની ભરતીમાં ફુલટાઇમ કોલેજ-રેગ્યુલર ગ્રેજયુએટ કેમ ?! એકસ્ટર્નલ કેમ નહીં ?!

હાઇકોર્ટ કલાર્કની ભરતીમાં ૩૦૦ ફી હતી : અહીં પ૦૦ રખાઇ છે : કોંગ્રેસ તાકીદે વિરોધ નોંધાવે : માંગણી : ઉર્જામંત્રીને વિસ્તૃત પત્ર પાઠવાયો : પીજીવીસીએલ દ્વારા મીનીમમ ૬૦ ટકા એ પણ તઘલઘી નિયમ છે..

રાજકોટ તા. ૩૧ :.. અહીંના હરપાલસિંહ જાડેજાએ વીજ મંત્રીને પત્ર પાઠવી વિજ કંપનીઓની વિદ્યુત-સહાયક (જુ. આસીસસ્ટન્ટ) ની ઓન લાઇન ભરતી જાહેરાતમાં શૈક્ષણીક લાયકાત અંગે યુ. જી. સી. નીયમનો ભંગ થતો હોવાની રજૂઆતો કરી છે.

રજૂઆતમાં ઉમેર્યુ છે કે તાજેતરમાં દરેક કંપનીઓએ સ્ટાફ અછત દૂર કરવા જૂદી જૂદી કેડરની ઓન લાઇન અરજી મંગાવેલ છે. જેમાંથી જુ. આસીસ્ટન્ટ વિદ્યુત સહાયકની ભરતી માટેની લાયકાતમાં બી.એ. બી.કોમ. એટલે ગ્રેજયુએટ ફુલ ટાઇમ કોલેજ - રેગ્યુલર દર્શાવેલ છે એટે કે ગ્રેજયુએટ એકસટર્નલ અરજદારો સાથે હળાહળ અન્યાય કરવામાં આવી રહયો છે કેમ કે, માન્ય કરેલ કોઇપણ યુનિવર્સિટીના એકસટર્નલ વિદ્યાર્થીને રેગ્યુલર વિદ્યાર્થી જેટલો જ સમકક્ષ ગણવો એ સ્પષ્ટ નિયમ છે જેનો સરેઆમ ભંગ ગુજરાત સરકાર હસ્તકની વિજ-કંપનીઓ દ્વારા થઇ રહ્યો હોય જેથી જ આ સાથે હોદાની રૂએ ગુજરાતની બધી યુનિવર્સિટીના કુલપતિ રાજયપાલશ્રી ઓમપ્રકાશ કોહલીને ઇમરજન્સી મેટર તરીકે જાણ કરવામાં આવે છે અને આ બાબતને અતિ ગંભીર ગણી શૈક્ષણીક લાયકાતમાં માત્ર ગ્રેજયુએટ કરી એકસટર્નલના વિદ્યાર્થીઓ અરજી કરી શકે તેવો ન્યાય કરવામાં આવે તેમ માંગણી છે.

તાજેતરની હાઇકોર્ટ કલાર્ક તરીકે કોઇપણ ટકાવારી વિના માત્ર 'ગ્રેજયુએટ' થયેલ, અરજી કરી શકે છે તે જ ધારાધોરણને અનુસરી ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાત વિજ-કંપનીઓએ કોઇપણ પ્રકારની ટકાવારી રાખેલ નથી. જયારે અહોઆશ્રર્ય સર્જતી પશ્ચિમ ગુજરાત વિજ કંપનીએ ઓનલાઇન અરજીની માંગણીમાં ''બિનઅનામત ઉમેદવારોએ મીનીમમ ૬૦% હોય તે જ અરજી કરી શકે'' તેવી જાહેરાત કરી છે !!!! આ તધલધી નિયમ કરનાર જવાબદાર સામે તાત્કાલીક શિક્ષાત્મક પગલા લઇ માત્ર ''ગ્રેજયુએટ'' તેવો સુધારો તાત્કાલીક કરવામાં આવે જેથી જરૂરિયાતમંદ ઉમેદવાર અરજી કરતા અટકે નહીતેમ પણ જણાવી.

હાઇકોર્ટ કલાર્કની બિન અનામત ઉમેદવારો માટેની રૂ.૩૦૦ છે તો આ દરેક કંપનીએ રૂ.પ૦૦ રાખેલ છે જે ગરીબ ઉમેદવાર માટે ''ગરીબીમે આંટા ગીલા'' જેવું સાબીત થઇ શકે જો ૩ દિવસમાં આ રજુઆતનું પરિણામ ન આવેતો કોંગ્રેસ પક્ષ પોતાનો  વિરોધનો ધર્મ નિભાવે તેમ પણ ઉમેરાયું છે.

(3:35 pm IST)