Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

શુભલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા નથુભાઇ માકડીયા ૪ દિ'થી ગુમ

બે-ત્રણ વર્ષથી મથુરા જવાનું રટણ કરતા'તા : પટેલ વૃદ્ધની શોધખોળ

રાજકોટ, તા. ૩૧: યુનિવર્સિટી રોડ ઇન્દીરા સર્કલ પાસે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા કડવા પટેલ વૃદ્ધ પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુમની નોંધ થઇ છે.

મળતી વિગત મુજબ કેશોદના અજાબ ગામના વતની હાલમાં રાજકોટ યુનિવર્સિટી રોડ ઇન્દીરા સર્કલ પાસે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ બ્લોક નં.૪માં રહેતા નથુભાઇ ગોવિંદભાઇ માકડીયા (ઉ. ૯પ) (કડવા પટેલ) ગત તા. ર૮/૭ના રોજ સાંજે પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી, પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પરિવારજનોએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવતા પોલીસે વૃદ્ધની શોધખોળ આદરી છે. પટેલ વૃદ્ધે સફેદ અડધી બાંયનો શર્ટ અને સફેદ લેંધો પહેરેલ છે તેની પાસે રૂ. પ૦૦ની રદ થયેલી નોટ છે તે ઘણા સમયથી મથુરા જવાનું કહેતા હતા અને ત્યાંજ રહેવાનું કહેતા હતાં. જો કોઇને આ વૃદ્ધ જોવા મળે તો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮૧-રપ૭પ૧ર૪ અથવા ૯૪ર૬ર ૧૬પ૪૩ ઉપર સંપર્ક કરવો.

(11:35 am IST)