Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

પોલીસને માનસીક ત્રાસ આપવા ભચાઉનો હરીશચન્દ્ર વાઘેલા રાત્રીના લોકઅપમા નગ્ન થઇ જતો....

કચ્છમાં ધાડ-લુંટના ગુન્હામાં ઝડપાયા બાદ અઢી વર્ષ જેલમાં બંધ હતો

ભુજ તા. ૩૧ : ગઇકાલે રાજકોટ પોલીસે બ્લેકમેઇલીંગના કિસ્સામાં ઝડપેલ હરીશચંદ્ર  ઉર્ફે હ રદીપસિંહ વાઘેલા ખુબ જ વિકૃત અને ગુનાખોર માનસિકતા ધરાવે છે. રાજકોટ પોલીસે કરેલ કાર્યવાહી ધ્યાને આપતા કચ્છમાં ફરજ બજાવતા પીએસઆઇ યુ.ડી.જાડેજા એ જણાવ્યુ હતુ કે  હરીશચન્દ્રસિંહ તેના એક બાવાજી સાગ્રીત મારફત ભચાઉ સામખીયાળી હાઇ વે ઉપર  પસાર થતી ટ્રકો પાસેથી ૫ હજાર રૂપિયા  દાદાગીરી થી વસુલ કરતો હતો. 

દરમિયાન ૨૦૧૬ના અરસામાં તેઓ ભચાઉ  પીએસઆઇ હતા ત્યારે ૫૦૦૦ રૂપિયા નહિ આપનાર એક ટ્રકનુ ચાલક  અને કલીનર  સહિત અપહરણ કરી તેને અવાવરૂ વિસ્તારમાં લઇ ગયો હતો. જ્યાં ડ્રાઇવર કંડકટરને મારમારીને ૫૦૦૦ રૂપિયા  મોબાઇલ લુંટી લીધા હતા અને ટ્રક સળગાવી  નાખી હતી. 

પછી ડ્રાઇવર કલીનરને  ભચાઉના મફતીયાપરામાં લઇ જઇ  બંધ મકાનમાં નગ્ન કરી બંધક બનાવી આખી રાત બેસાડ્યા બાદ બીજા દીવસે  સામખીયાળી છોડ્યા હતા. આ કિસ્સામાં પોતે યુ.ડી.જાડેજા  એ તપાસ કરી ને  અપહરણ   ધાડ- લુંટના ગુના હેઠળ હરીશચંદ્ર  ઉર્ફે  હરદીપવાઘેલા  અને તેના સાગ્રીતની ધરપકડ  કરી હતી.  ત્યારબાદ  તે અઢી વર્ષ સુધી ભુજ, રાજકોટ અને સાબરમતી  જેલમાં હતો.

વિકૃત માનસ ધરાવતો હરીશચંદ્ર જેલમાં કાંડા ઉપર બ્લેડ મારી આપઘાતના પ્રયાસનુ નાટક કરી ચુકયો છે.  તો પોલીસ લોકઅપમાં તો પોલીસને  માનસિક ત્રાસ આપવા રાત્રિના  ટાઇમે બધા જ કપડા ઉતારી નગ્ન થઇ જતા રાત્રે એકલદોકલ પોલીસવાળાઓ તેને કપડા પહેરાવવા માટે લોકઅપ ખોલે એટલે તે નાસી છુટતો હતો.

(11:27 am IST)