Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ઝોન-૨ હેઠળના પોલીસ સ્ટેશનો દ્વારા દારૂની ડ્રાઈવમાં ૨૬ને પકડી લેવાયા : ૬૭ નિલ રેઇડ

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી દિયોરા,એસીપી ગેડમની સુચના મુજબ પીઆઇ એલ. એલ. ચાવડા, કે. એ. વાળા, એ. એસ. ચાવડા, કે. એન. ભુકણની ટીમોની કાર્યવાહી

રાજકોટઃ શહેરના ઝોન-૨ હેઠળના  પાંચ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં દારૂની ડ્રાઇવ યોજી ૨૬ શખ્સોને પકડી લઇ રૂ. ૩૯૪૦નો ૧૯૭ લિટર દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો. તેમજ આવી પ્રવૃતિમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલા ૬૭ શખ્સોના ઘરે તપાસ કરી નિલ રેઇડ કરવામાં આવી હતી. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રાવલ અને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ એન.જાડેજા,એસીપી પશ્ચિમ પી.કે.દિયોરા તથા એસીપી દક્ષિણ જે.એસ.ગેડમની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્ર.નગરના પીઆઇ એલ.એલ.ચાવડા , ગાંધીગ્રામના પીઆઇ  કે.એ.વાળા, યુનિવર્સીટીના પીઆઇ એ.એસ.ચાવડા, તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ તથા માલવીયાનગરના કે.એન.ભુકણ તેમજ આ તમામ પોલીસ સ્ટેશનનોની ડી. સ્ટાફની ટીમોએ મેગા ડ્રાઇવ યોજી હતી.

(3:07 pm IST)