Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

રાજકોટ મેડિકલ ક્ષેત્રે વધુ એક સફળતા :બીટી સવાણી કિડની હોસ્પિટલમાં પ્રથમવાર કિડની ટ્રાન્સપ્લાન્ટ થઇ

રાજકોટના બે વર્ષના બાળકનું બ્રેઈન ડેડ થતાં બે કિડની અને બે આંખોને ડોનેશન કરાઈ: જાણીતા તબીબ ખાસ અમદાવાદથી આવ્યા

રાજકોટ : રાજકોટે મેડિકલ ક્ષેત્રે વધુ એક સફળતા હાંસલ કરી છે રાજકોટની બીટી સવાણી કિડની હોસ્પિટલમાં પ્રથમ વખત અમદાવાદના દર્દી નું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે હાલમાં કોરોનાની સ્થિતિમાં અમદાવાદની કિડની હોસ્પિટલ કોવિડમાં ફેરવાઈ ગઈ છે.આથી રાજકોટના બે વર્ષના બાળક વેદ ઝિંઝુવાડીયાનું બ્રેઇન ડેડ થતાં તેનું ઓર્ગન ડોનેશન કરાયું હતું જેમાં વેદની બે કિડની અને બે આંખોને ડોનેશન કરાઈ હતી.

 આ બાળકની કિડની તેના પર ટ્રાન્સપ્લાન્ટ થવાની હતી તે ૧૭ વર્ષના દર્દીનું ટ્રાન્સપ્લાન્ટ આજે રાજકોટની બીટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક થયું છે. જેના માટે જાણીતા તબીબ ડોકટર પ્રાંજલ મોદી ખાસ અમદાવાદથી આવ્યા હતા અને આજે સવારે ડોક્ટર પ્રાંજલ મોદી, ડોક્ટર દિવ્યેશ વિરોજા, ડોક્ટર સંકલ્પ વણઝારા સહિત તબીબોની ટીમે સફળતાપૂર્વક કિડની પ્રત્યારોપણ કરવામાં આવી હતી. જે દર્દી પર કીડની ટ્રાન્સપ્લાન્ટ થઇ છે તેનું વજન માત્ર ૩૫ કિલો હતો અને ઘણા સમયથી તે ડાયાલિસિસ પર હતા.

 રાજકોટના બાળકની કિડની એ આ દરદીને નવજીવન આપ્યું છે. સામાન્ય રીતે એક કિડની ડોનેટ કરવાની હોય છે પરંતુ બાળક ની  કિડની માટે હાલમાં કોઈ બીજા રીસીવર દર્દી ન હોવાથી ત્યારે આ બાળકની બંને કિડની એક દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે

(6:15 pm IST)