Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

અમિતભાઈ સહિતના મંત્રીઓને શુભેચ્છા

નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશને સુશાસનનો લાભ મળતો રહેશેઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટ,તા.૩૧:  લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવી ફરી એકવાર દેશનાં વડાપ્રધાન બનેલા નરેન્દ્રભાઈ મોદી અને તેમનાં નેતૃત્વમાં રચના પામેલી મોદી સરકાર-૨માં નવનિયુકિત પામેલા મંત્રીશ્રીઓને અભિનંદન-શુભેચ્છા પાઠવતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, અથાક પરિશ્રમ સાથે સફળતાના શિખર સર કરી પારદર્શી પ્રામાણિક પ્રજાલક્ષી શાસન દ્વારા ભારતને વિશ્વમાં ગૌરવ અપાવનાર નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ફરી એકવાર મોદી સરકારનું નિર્માણ થયું છે ત્યારે આવનારા વધુ પાંચ વર્ષ સુધી નરેન્દ્રભાઈ મોદી જેવા પુરુર્ષાવાદી અને પરાક્રમી વડાપ્રધાનનાં મજબૂત નેતૃત્વમાં દેશને સુશાસનનો લાભ મળતો રહેશે.  ગુજરાત અને ભારતની પ્રગતિ અને ઉન્નતીમાં નરેન્દ્રભાઈ મોદીનો ફાળો બહુમૂલ્ય છે. તેમના નિષ્કલંક, પારદર્શી અને પ્રામાણિક શાસનમાં ભારતને વિકસિત અને સમૃદ્ઘ રાષ્ટ્ર બનાવવાની પ્રબળ ઈચ્છાશકિત જોઈ શકાય છે. ૨૦૧૪માં પ્રથમવાર વડાપ્રધાન બન્યા ત્યારથી લઈ આજ સુધી દિવસ-રાત નરેન્દ્રભાઈ મોદી ૧૩૦ કરોડ ભારતીયોની આશા-આકાંક્ષા અને અપેક્ષાને પૂર્ણ કરવાની જહેમત ઉઠાવી રહ્યાં છે. જીવનસફરની સંઘર્ષમય શરૂઆતથી સફળતાનાં શિખર સુધીની સફર ખેડનાર નરેન્દ્રભાઈ મોદી ભારત અને ભાજપનું ગૌરવ છે.

૨૦૧૪ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેમની પાસે પ્રચંડ જનસમર્થન ધરાવતું નામ હતું, ૨૦૧૯ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારે તેમની પાસે પ્રચંડ જનસમર્થન ધરાવતું નામ ઉપરાંત કામ પણ છે. મતલબ કે, આજે તેમનું નામ અને કામ બોલી રહયું છે. જેનો ફાયદો ભારત અને ભાજપ બંનેને થયો છે. આગામી પાંચ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની જોડી કેન્દ્રમાં પણ કમાલ દેખાડશે. અલબત્ત ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની કામગીરીને પણ દાદ દેવી પડે. નરેન્દ્રભાઈ ઉપરાંત અમિતભાઈનાં નેતૃત્વમાં ભાજપે લોકસભા ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત ભારતનાં વડાપ્રધાન બન્યા હતા ત્યારે તેમની સફળ મુખ્યમંત્રી તરીકે ની નામના,પ્રતિષ્ઠા હતી આજે અને આજે જયારે નરેન્દ્રભાઈ મોદી ફરી એકવખત વડાપ્રધાન બન્યા છે ત્યારે તેમની વૈશ્વિક પ્રતિષ્ઠા, અસાધારણ આભા-પ્રતિભા રાષ્ટ્ર વિકાસમાં સાધેલી સિદ્ઘિઓ સાથેની નામના પણ છે.

રાજુભાઈ ધ્રુવે નરેન્દ્રભાઈ મોદી અને તેમની સરકારનાં મંત્રીઓને અભિનંદન-શુભેચ્છા પાઠવતા વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી એક લોકપ્રિય-પ્રજાપ્રિય જનનાયક છે. તેઓ વિશ્વભરમાં ભારતનું નામ રોશન કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પરમાત્મા યશસ્વી દીર્ઘાયુષ્ય આપે અને તેમનો લાભ ભારતને મળતો રહે એવુ જણાવી તેમનાં સ્વાસ્થ્યની મંગલકામના સાથે રાજુભાઈ ધ્રુવે (મો.૯૪૨૬૭ ૧૯૫૫૫) વડાપ્રધાન  મોદી અને તેમની સરકારનાં નવનિયુકત મંત્રીઓને અભિનંદન-શુભેચ્છા પાઠવી હતી.

(4:07 pm IST)