Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

વરસાદી મૌસમના શુભ સંકેત : શિલ્પન ઓનિક્ષના આંગણે ટીટોડીએ ઈંડા મૂકયા

રાજકોટ : સારી મૌસમના શુભ સંકેત પક્ષીઓ આપતા હોય છે. તેમાંય ટીટોડી ઈંડા મૂકે તો મેઘરાજાની પધરામણી સમયસર સારી થાય. આ લોકવાયકા હજુ પણ સાપ્રાંત સમયમાં પ્રસ્તુત છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકો ટીટોડીએ કયાંય ઈંડા મૂકયા કે કેમ? તેની પૂછા કરતા હોય છે. રાજકોટ શહેરમાં અનેક જગ્યાએ ટીટોડીએ ઈંડા મૂકયા છે ત્યારે શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલ શિલ્પન ઓનિક્ષના આંગણે ટીટોડીએ ઈંડા મૂકયા છે. જાણે વરસાદી મોસમ ધોધમાર આવી રહી હોવાની સંકેત આપ્યો છે. પ્રસ્તુત તસ્વીરમાં ટીટોડીએ મૂકેલા ઈંડા અને બાજુમાં શિલ્પન ઓનિક્ષના સુપરવાઈઝર ધીરૂભાઈ પટેલ નજરે પડે છે.

(4:34 pm IST)