Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પાર્થ ઠાકરની 'બાયજુસ-ધ લર્નિગ એપ' કંપનીમાં વાર્ષિક ૧૦ લાખ માતબર પગાર સાથે પસંદગી

 રાજકોટ : વી.વી.પી. ઇજનેરી કોલેજના ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન વિદ્યાશાખાનો ઝગમગતો સિતારો પાર્થ જૈમિનભાઇ ઠાકર. તાજેતરમાં સંસ્થા દ્વારા આયોજીત પ્લેસમેન્ટ ડ્રાઇવમાં 'બાયજુસ-ધ લર્નિગ એપ' નામની ઓનલાઇન ટ્રેનીંગ આપતી સંસ્થાનું પણ પ્લેસમેન્ટ ગોઠવાયેલ. જેમાં અંદાજી સમગ્ર ગુજરાત રાજયના ૧,૦૦૦ તથા વધુ વિદ્યાર્થીઓએ પહેલા રાઉન્ડમાં ભાગ લીધેલ હતો. આ એક અલગ પ્રકારની નોકરી હતી. ઓનલાઇ પોર્ટલ માટે જરૂરી શૈક્ષણિક તથા ટેકનિકલ માહિતી સાથે કોમ્યુનિકેશન સ્કિલ પણ જરૂરી હોય છે. પાર્થ ઠાકરે વી.વી.પી.ના ચાર વર્ષના અભ્યાસ દરમિયાન ઇ.સી. વિભાગમાં વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લીધેલ તથા જી.ટી.યુ. અને ટાઇમસ ઓફ ઇન્ડીયાના પબ્લીક સ્પીકીંગ કોન્ટેસ્ટમાં પણ ઘણા બધા એવોર્ડ મેળવેલ છે. પાર્થની વાચાળવૃત્તિ અને ઇલેકટ્રોનિકસ એન્ડ કમ્યુનિકેશન ટેકનિકલ જ્ઞાનની ચકાસણી બાયજુસ-ધ લર્નિગ એપના હ્યુમન રીસોર્સ ડિપાર્ટમેન્ટે બરાબર ઇન્ટરવ્યુની સિરિઝમાં ચકાસણી અને કુલ ૧,૦૦૦ માંથી પહેલા રાઉન્ડમાં પસંદ કરાયેલા અંદાજીત ર૦૦ વિદ્યાર્થીઓમાં પાર્થે પોતાનું સ્થાન નિશ્ચિત કરેલ. ત્યારબાદ બીજા રાઉન્ડમાં ટેકનિકલ અને કોમ્યુનિકેશન સ્કિલના ઇન્ટરવ્યુમાં પાર્થે પોતાનું ર્સ્વસ્વ જોર લગાવી ફાઇનલ ર૦માં સિલેકશન મેળવ્યું. આ જોબનું પેકેજ છે રૂ. ૧૦ લાખ પ્રતિ વર્ષ એટલે કે, બી.ઇ.ઇ.સી. કરવાની સાથે પ્રથમ પગાર જ રૂ. ૮૦,૦૦૦/-આસપાસ મળશે. જે વી.વી.પી.ના આટલા વર્ષોનું સૌથી ઉંચામાં ઉંચુ પેકેજ છે. આ સાથે પાર્થને બિઝનેસ ડેવલપમેન્ટ એસોસીએટની ઉંચી પોસ્ટ પણ આપવામાં આવેલ છે. પોતાની આ સિદ્ધિ બદલ પાર્થ ઠાકરે વી.વી.પી. ઇલેકટ્રોનિકલ એન્ડ કોમ્યુનિકેશન વિભાગનું ગૌરવ વધારેલ છે. પાર્થ ઠાકરની જવલંત સફળતા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, સંસ્થાના આચાર્યશ્રી ડો. જયેશભાઇ દેશકર, ઇ.સી. વિભાગના વડા ડો. ચાર્મીબહેન પટેલ, સમગ્ર વી.વી.પી. પરિવારે અભિનંદન પાઠવેલ છે.

(4:32 pm IST)