Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

બાલસંસ્કાર શિબિરનું શનિ-રવિ ગોંડલ રોડ (વે.) સ્થા. જૈન સંધમાં આયોજન

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ.શ્રી પરમસંબોધીજી મ.સ.આ.ઠા.૧૦ના સાનિધ્યે

 રાજકોટઃ તા.૩૧, સમસ્ત રાજકોટના ૭ થી ૧૫ વર્ષના બાળક-બાલિકાઓની બે દિવસીય આ શિબિરમાં ગમ્મત સાથે જ્ઞાનનું સિંચન કરવામાં આવશે

 રાષ્ટ્રસંત પુજયશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી એમના આજ્ઞાનુંવર્તી પુજયશ્રી પરમ સંબોધીજી મહાસતીજી આદિઠાણા-૧૦ના સાનિધ્યે રાજકોટમાં બાલ શિબિરનું અનોખુ આયોજન કરવામાં આવ્યું છે.

વેકેશનના અંત સમયમાં આયોજીત કરવામાં આવેલી આ શિબિર તા.૨અને ૩ જુન બે દિવસ માટે સવારના ૮:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન શ્રી ગોંડલ રોડ (વેસ્ટ) સ્થા. જૈન સંઘ, ગોંડલ રોડ ખાતે રાખવામાં આવેલ છે.

 બાળ માનસને ધર્મજ્ઞાન અને સંસ્કારોથી સંસ્કારીત કરતી આ શિબિરમાંથી સમસ્ત રાજકોટ નગરના બાળકો, વિવિધ જૈન શાળાના બાળકો તેમજ દરેક લુક એન લર્નના બાળકોને જોડાવા માટે શ્રી ગોંડલ રોડ વેસ્ટ સ્થા. જૈન સંઘના યુવા પાંખ શ્રી રાજકોટ જૈન યુવા ફોરમ દ્વારા આમત્રંણ પાઠવાયું છે.

 બાલ સંસ્કાર શિબિરમાં આવનાર બાલક-બાલીકાઓએ પોતાનું રજીસ્ટ્રેશન મેહુલ એમ. રવાણી (૯૮૨૫૮ ૮૨૫૭૯) ઉપર મેસેજ વોટ્સએપ અથવા ફોન પર તા.૧ને શુક્રવાર સાંજ સુધીમાં કરાવી લેવુ જરૂરી છે. શીબીર પુર્ણ થયા બાદ દરેક શીબીરાર્થીઓ માટે સ્વરૂચી ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

(4:31 pm IST)