Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

IGST રિફન્ડ કલેઇમ કરતી વખતે થયેલી ભૂલો સુધારવા માટે ખાસ પખવાડીયું

રાજકોટ તા.૩૧: CBIC અને કસ્ટમ ડિપણાર્ટમેન્ટ  દ્વારા વધુ એક વખત સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવેલ છે.  જે ૩૧ મીએ ૨૦૧૮ સુધી રહેશે આ પખવાડીયા દરમિયાન  નીચે મુજબની ભૂલોને ઓફિસર ઈન્ટરફેસ દ્વારા સુધારવામાં આવશે.

૧) એરર કોડ SB005 (ઈન્વોઇસ મીસમેચ)

૨) EGM , HOT TILED / TILED WITH ERRORS AT ICD / GATEWAY PORTS

૩)IGST ભરીને કરેલ એકસપોર્ટ પણ GST રિફન્ડમાં ભૂલથી વીથઆઉટ પેમેન્ટ નું IGST/LUT ડિકલેર કરેલ હોય.

૪) ભૂલથી જુદો GSTIN શિપિંગ બિલ ડિકલેર કરેલ હોય (કોડ SB003)

ઉપર મુજબની ભૂલો કે જેને IGST રિફન્ડ અટકેલ હોય ને સુધારવા માટે ૩૧ મી મે થી ૧૪ મી જૂન ૨૦૧૮ દરમિયાન 'સ્પેશિયલ ડ્રાઇવ પખવાડીયુ' જામનગર કમિશનરના આ સંબંધિત કસ્ટમ હાઉસમાં ચાલુ રહેશે. કસ્ટમ હેડ કવાર્ટર ઓફિસ, જામનગરમાં રિફન્ડ સેલ કાર્યરત રહેશે. જે આ સ્પેશિયલ ડ્રાઇવ અંગે માર્ગદર્શન આપશે.

બધા જ એકસપોર્ટરો / ટ્રેડ એસોસિયેશન ને આ સ્પેશિયલ ડ્રાઇવ પખવાડીયાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

(4:31 pm IST)