Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ધો.૧૨ની પરીક્ષામાં પારેખ અંધ મહિલા વિકાસ ગૃહનું ૧૦૦% પરિણામ

રાજકોટ : માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો.૧૨ની પરીક્ષામાં શ્રી વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટના કુલ આઠ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ સર્વે પ્રથમ પ્રયાસે સફળ જાહેર થતા સંસ્થાનું ૧૦૦% પરિણામ આવેલ છે.  (૧) કાંબડીયા દક્ષાબેન હમીરભાઈ ૮૬.૫૨, (૨) ગોહેલ હેતલબેન સુરેશભાઈ ૭૦.૬૩, (૩) ચાવડા ડોલીબેન છગનભાઈ ૬૪.૫૬, (૪) પરમાર ઈલાશાબેન જીવરાજભાઈ ૪૫.૯૫, (૫) સતીકુંવર ગોપીબેન મહેન્દ્રકુમાર ૪૦.૦૮ (૬) રાઠોડ રાજુલબેન કાનજીભાઈ ૩૭.૫૮, (૭) રામાવત મીરાલીબેન ઉપેન્દ્રભાઈ ૩૭.૨૩ (૮) શિંગાડ ઉર્વીશાબેન આનસીંગભાઈ ૩૩.૩૯. આ તમામ વિદ્યાર્થીનીઓને સંસ્થાના માનદમંત્રી ડો.પી. જે. મંકોડીએ અભિનંદન પાઠવ્યા છે.

(4:31 pm IST)